For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાનમાં ભયાનક રોડ અકસ્માત: ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતાં બસ ખીણમાં ખાબકી, 20 લોકોનાં મોત

01:54 PM May 03, 2024 IST | Bhumika
પાકિસ્તાનમાં ભયાનક રોડ અકસ્માત  ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતાં બસ ખીણમાં ખાબકી  20 લોકોનાં મોત

પાકિસ્તાનમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 20 લોકોના મોત થયા છે. ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં આજે એક બસ પર્વતીય વિસ્તારમાંથી લપસીને ખીણમાં ખાબકી હતી. જેમાં 20 લોકોના મોત થયા છે. જ્યારે 21 લોકો ઘાયલ થયા છે. માકામી પોલીસે આ જાણકારી આપી છે.

Advertisement

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "આ અકસ્માત ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારના દિયામેર જિલ્લામાં કારાકોરમ હાઈવે પર થયો હતો. બસ રાવલપિંડીથી હુન્ઝા જઈ રહી હતી આ દરમિયાન બસ ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બસમાં 43 લોકો સવાર હતાં. રાવલપિંડીથી ગિલગિટ તરફ જતી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે "આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકો ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છેરાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે અને મૃતદેહોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે".

હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું કે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં ત્રણ મહિલાઓ પણ સામેલ છે. તેમણે કહ્યું કે મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે કારણ કે ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનના સીએમ હાજી ગુલબર ખાને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને વહીવટીતંત્રને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement