For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હોલિવૂડના દિગ્ગજ અભિનેતા ટોમ વિલ્કિન્સનની વિદાય

12:30 PM Jan 01, 2024 IST | Sejal barot
હોલિવૂડના દિગ્ગજ અભિનેતા ટોમ વિલ્કિન્સનની વિદાય

વર્ષ 2023 સમાપ્ત થવામાં ગણતરીના કલાકો પહેલા જ છેલ્લા ચાર દાયકાથી પોતાની ફિલ્મો દ્વારા દર્શકોનું મનોરંજન કરનાર પ્રખ્યાત હોલીવુડ અભિનેતા થોમસ જ્યોફ્રી વિલ્ક્ધિસન ઉર્ફે ટોમ વિલ્ક્ધિસનનું નિધન થયું છે. અભિનેતા હવે આ દુનિયામાં નથી. ટોમ વિલ્ક્ધિસન તેમના નામ પર બાફ્ટા અને ગોલ્ડન ગ્લોબ જેવા એવોર્ડ ધરાવે છે.
ટોમ વિલ્કિનસનનું 30 ડિસેમ્બરના અવસાન થયું હતું. તેમના નિધનના સમાચાર સામે આવ્યા બાદ હોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. તેના પરિવાર દ્વારા જારી કરાયેલા નિવેદન બાદ બધાને આ વાતની ખબર પડી.
જોકે, આ નિવેદનમાં ટોમ વિલ્કિનસનના મૃત્યુનું કારણ જણાવવામાં આવ્યું નથી. હોલિવૂડ સ્ટાર્સ પીઢ અભિનેતા ટોમ વિલ્કિનસનના નિધન પર સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે. તેની કો-સ્ટાર એન્યુરિન બર્નાર્ડ ફ્રોમ ડેડ ઇન અ વીક ટ્વીટ કરીને પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. તેણે લખ્યું છે કે અમારા મહાન દંતકથાઓમાંથી એક અમે તેને અલવિદા કહીએ છીએ.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement