For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

24 માર્ચના રાત્રે 11:13થી 12:27 સુધી હોલિકા દહન, 25મીએ ઉજવાશે ધુળેટી

05:18 PM Jan 29, 2024 IST | Bhumika
24 માર્ચના રાત્રે 11 13થી 12 27 સુધી હોલિકા દહન  25મીએ ઉજવાશે ધુળેટી

દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાના દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. પૂર્ણિમાની રાત્રે હોલિકા દહન કરવામાં આવે છે અને રંગોનો આ તહેવાર બીજા દિવસે ઉજવવામાં આવે છે.હોલિકા દહનને અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી હરિના મહાન ભક્ત પ્રહલાદને અગ્નિ પણ નષ્ટ કરી શકી નહોતી, જ્યારે અગ્નિથી ક્યારેય નહીં બળે તેવું વરદાન પ્રાપ્ત કરનાર હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ હતી.

Advertisement

હોળીના દિવસે દુશ્મનો પણ મિત્ર બનીને એકબીજાને ભેટી પડે છે. આ જ કારણ છે કે હોળી એક એવો તહેવાર છે જેનું માત્ર ધાર્મિક મહત્વ નથી, પરંતુ તે એક એવો તહેવાર છે જે ભાઈચારાને પ્રોત્સાહન આપે છે.
વર્ષ 2024 માં હોળી 25મી માર્ચે ઉજવવામાં આવશે અને હોલિકા દહન એક દિવસ પહેલા 24મી માર્ચે કરવામાં આવશે.

પંચાંગ અનુસાર ફાલ્ગુન પૂર્ણિમા તિથિ 24 માર્ચે સવારે 09:54 વાગ્યે શરૂૂ થશે અને બીજા દિવસે એટલે કે 25 માર્ચે બપોરે 12:29 વાગ્યે સમાપ્ત થશે. કારણ કે હોલિકા દહન પૂર્ણિમાની રાત્રે કરવામાં આવે છે.
તેથી, હોલિકા દહન 24મી માર્ચની રાત્રે થશે. હોલિકા દહનનો શુભ સમય 24મી માર્ચની મોડી રાત્રે 11:13થી 12:27 સુધીનો છે. આવી સ્થિતિમાં તમને હોલિકા દહન માટે કુલ 1 કલાક 14 મિનિટનો સમય મળશે. જ્યારે, બીજા દિવસે 25મી માર્ચે હોળી રમવામાં આવશે. લોકો રંગો અને ગુલાલથી હોળી રમશે અને અનેક પ્રકારની વાનગીઓ ખાશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement