For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રવિવારે હોલિકા દહન: જાણો હોળી માતાના શાસ્ત્રોક્ત પૂજન અને ફળ વિશે

05:16 PM Mar 21, 2024 IST | Bhumika
રવિવારે હોલિકા દહન  જાણો હોળી માતાના શાસ્ત્રોક્ત પૂજન અને ફળ વિશે
  • હોળીની ત્રણ પ્રદક્ષિણા ફરવાથી શરીરની બધી જ બીમારીઓ દૂર થશે: ખજૂર, દાળિયા, ધાણી આ દિવસે ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

24 માર્ચ રવિવારે હોળી છે 25 માર્ચ સોમવારે ધૂળેટી ફાગણ સુદ ચૌદસને રવિવાર તા 24 ના દિવસે સવાર 9.54 સુધી ચૌદસ તીથી છે ત્યાર બાદ પૂનમ તીથીનો પ્રારંભ થઈ જાય છે જ્યારે સોમવારે પૂનમ તીથી બપોરના 12 30 સુધી જ છે આમ રવિવારે સવારે રાત્રીના સમયે પૂનમ તિથિ હોતા હોલિકા દહનનું મહત્વ અને હોળી રવિવારે રહેશે જ્યારે ધુળેટી સોમવારે રહેશે.સૌપ્રથમ હાથમાં જળ લઈ અને સંકલ્પ કરવો આજના દિવસે મારા શરીરની બધી બાધાઓ દુર થાય રોગ-શત્રુ દુર થાય અને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય ત્યારબાદ હોળીમાં શ્રીફળ હોમવું ત્યારબાદ અબીલ-ગુલાલ, કંકુના છાંટણા નાખવા ત્યારબાદ ધર્મસિંધ ગ્રંથના નિયમ પ્રમાણે હોળીની ત્રણ પ્રદક્ષિણા ફરવી પ્રદક્ષિણા ફરતી વખતે હોળીમાં ખજૂર ધાણી દાળિયા પધરાવી શકાય છે અને પ્રાર્થના કરવી મારા શરીરની બધી જ બીમારીઓ દુર થાય છે હોળીની પ્રદક્ષિણા ફરતા વખતે હોલીકાયૈનમ: મંત્રનો જપ કરવા

Advertisement

તે ઉપરાંત હોળીના દિવસે પોતાની કુળદેવી, હનુમાનજી અથવા ભૈરવ ઉપાસના પણ કરી શકાય છે. કુળદેવીના મંત્ર જાપ કરવા અથવા તો હનુમાનજી અને ભૈરવદાદાને અડદનાં 21 દાણા ચડવાથી રક્ષા થાય છે. જે લોકોને શનિની સાડા સાતી ચાલી રહી છે તેઓએ હનુમાનજીનું પૂજન ખાસ કરવું મકર કુંભ મીન રાશિના લોકો એ હનુમાનજીને તેલ તથા અળદ ચડાવવા તથા સિંહ, ધન અને મેષ રાશીના લોકોને રાહુની અશુભ પીડા દુર કરવા માટે હોળીના દિવસે મહાદેવજીને કાળા તલ ચડાવાથી રાહુની અશુભ પીડામાંથી મુકિત મળે છે. તથા આ દિવસે ખજુર, દાળિયા, ઘાણી ખાવા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક ગણાય છે.

જીવનમાં માનસિક ટેન્શન હોય તો હોળીના દિવસે જયારે ચંદ્ર ઉદય થાય ત્યારે કળશમાં સાકરવાળું પાણી નાખી અને ૐ સોં સોમાય નમ: બોલી ચંદ્ર સામે ઉભા રહી અર્ધ્ય આપવું. ત્યારપછી સાકરવાળું દૂધ ચંદ્ર સામે ધરી અને તેને પ્રસાદ તરીકે લેવું. આમ કરવાથી ચંદ્ર બળ વધશે. માનસિક શાંતિ મળશે. આ ઉપાય દર પૂનમના દિવસે પણ કરી શકાય છે. હોળી તથા દર વ્રતની પૂનમના દિવસે આ ઉપાય કરવો.

Advertisement

આ વર્ષે પંચાંગના નિયમ પ્રમાણે તથા દરેક પંચાંગ પ્રમાણે હોલિકા દહન પૂનમના બદલે ચૌદસના દિવસે છે. આ વર્ષે હોલિકા દહન સમયે વિષ્ટિ કરણ છે પરંતુ રવિવારે આવતું વિષ્ટિ કરણ એટલે કે (ભદ્રા)ને પુણ્યવતી માનવામાં આવે છે તે ઉપરાંત રવિવારે આખો દિવસ અને રાત્રી દરમિયાન ક્ધયા રાશિનો ચંદ્ર છે ક્ધયા રાશિના ચંદ્રમાં દરમિયાન ભદ્રા નિવાસ પાતાળ લોકમાં હોય છે આથી તે પણ અશુભ માનવામાં આવેલ નથી આમ દરેક નિયમ પ્રમાણે પંચાંગ પ્રમાણે રાત્રીના 7.00 થી 10 કલાક દરમિયાન શુભ તથા અમૃત ચોઘડિયામાં હોળી પ્રગટાવી ઉત્તમ ગણાશે. રવિવારે રાત્રે 7 થી 10 કલાક દરમિયાન ઉત્તમ ગણાશે. હોળાષ્ટક તા 25 માર્ચ સોમવાર ધુળેટીના દિવસે બપોરના 12.30 કલાકે પૂર્ણ થશે ત્યાર બાદ દરેક શુભ કાર્ય કરી શકાશેસોમવારે ધુળેટીના દિવસે ચંદ્રગ્રહણ છે પરંતુ ભારત મા દેખાવાનું ન હોવાથી ધાર્મિક દ્રષ્ટિ એ પાડવાનું રહેશે નહીં કોઈપણ પ્રકારના ગ્રહણ નિયમો પડશે નહીં.

હોળીની ઝાળની દિશા દ્વારા વર્તારો

ભારતીય પરંપરા પ્રમાણે હોળીના દિવસે હોળી પ્રગટયા બાદ હોળીની ઝાળ જે દિશામાં જાય તે પ્રમાણે ચોમાસાનો વર્તારો થાય છે.નૈઋત્ય ખુણામાં સાધારણ વરસાદ, પશ્ચિમ દિશામાં પ્રમાણમાં સારો વરસાદ, હોળીની ઝાળ ઈશાન ખુણામાં જાય તો સારો વરસાદ 16 આની વરસાદ, અગ્નિ ખુણામાં દુષ્કાળનો ભય, વાયવ્ય ખુણામાં સારો વરસાદ, દક્ષિણ દિશામાં પાકને નુકશાન, પુર્વ દિશામાં જાય તો કયાંક પડે અને કયાંક ન પડે 12 આની વરસાદ, ઉત્તર દિશામાં જાય તો પ્રજા દુ:ખી થાય છે. ઉપર ફરે તો આરોગ્ય માટે હાનીકારક છે પાકમાં જીવાત થાય.

હોળીની પૌરાણિક કથા

દૈત્યકુળના હિરાણ્યકશિપુને ત્યાં હોલીકા નામની બેન હતી કમળ તો કાદવમા જ ઉગે તેમ હિરણ્યકશિપુને ત્યાં પ્રભુના પરમ ભકત પ્રહલાદનો જન્મ થયો પ્રહલાદનો પિતા હિરણ્યકશિપુ પોતાને જ ભગવાન માનતો અને ભકત પ્રહલાદ વિષ્ણુ ભગવાનની ભકિત કરતો આ તેમના પિતાને ગમતુ નહી આથી ભક્ત પ્રહલાદના ભોજનમાં ઝેર ભેળવે છે અને ભકત પ્રહ્લાદને ખવડાવે છે. તો પણ તેનું મૃત્યુ થતું નથી પહાડ ઉપરથી ફેંકે છે. તો પણ તેનું મૃત્યુ થતું નથી ત્યારબાદ હિરાણ્યકશિપુની બહેન હોલીકાને એવું વરદાન હતુ કે પોતે અગ્નિમાં બળે નહિં થી તે પ્રહલાદને ખોળામાં બેસાડી અને હોળી તૈયાર કરી બેશે છે. અને હોળી પ્રગટાવે છે.પરંતુ પ્રહલાદને કાય થતુ નથી અને હોળીકા બળીને ભસ્મ થઈ જાય છે.આમ અનિષ્ટ સામે નિષ્ટનો વિજય થાય છે. આથી લોકો ત્યાંથી બધા જ ગામ મા શહેરમં ચોકમાં હોળી પ્રગટાવે છે. અને તેનું પૂજન કરી પ્રદક્ષિણા પણ કરે છે. અને બીજા દિવસે અબીલ, ગુલાલ અને કેશુડા દ્વારા ધૂળેટી તરીકે આનંદ ઉત્સવ ઉજવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement