For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજુલામાં ‘હિટ એન્ડ રન’ ટ્રિપલસવારી બાઇકને અજાણ્યા વાહને ઉલાળ્યું, બેનાં મોત

01:47 PM May 16, 2024 IST | Bhumika
રાજુલામાં ‘હિટ એન્ડ રન’ ટ્રિપલસવારી બાઇકને અજાણ્યા વાહને ઉલાળ્યું  બેનાં મોત
Advertisement

બંન્ને મૃતક યુવાનો 20 ફૂટ સુધી ઢસડાયા: અકસ્માત સર્જનાર વાહનચાલકની શોધખોળ

રાજુલા તાલુકાના દાતરડી ગામ નજીક મોડી રાત્રે ત્રણ સવારીમા જઇ રહેલા બાઇક ચાલકને કોઇ અજાણ્યા વાહને હડફેટે લઇ કચડી નાખતા બે યુવકના ઘટના સ્થળે જ મોત થયા હતા. જયારે એક યુવકને ગંભીર ઇજા પહોંચી હતી.

Advertisement

અકસ્માતની આ જીવલેણ ઘટના રાજુલા મહુવા રોડ પર દાતરડી અને વિસળીયા ગામ વચ્ચે રાત્રીના પોણા દસેક વાગ્યાના સુમારે બની હતી. મહુવા તાલુકાના બીલડી ગામના બાવકુભાઇ રસાભાઇ ધુંધળવા, ભોળાભાઇ નરસીહભાઇ ધુધંળવા તથા પ્રવિણભાઇ ભરતભાઇ ચુડાસમા મોટર સાયકલ નંબર જીજે 04 ડીઆર 6827 લઇ અહીથી પસાર થતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

કોઇ અજાણ્યા વાહન ચાલકે બાઇકને ફંગોળ્યું હતુ. જેના કારણે ત્રણેય જણા રોડ પર પટકાયા હતા. બાવકુભાઇ અને ભોળાભાઇ પર આ વાહન ચાલી જતા તેમનુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ.

જયારે પ્રવિણભાઇને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે મહુવા દવાખાને ખસેડવામા આવ્યા હતા. અકસ્માતની જાણ થતા ડુંગર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અકસ્માત સર્જનાર વાહન મોટાભાગે ટ્રક હોવાનુ મનાય રહ્યું છે.

કારણ કે મૃતક બંને યુવાનોના મૃતદેહ 20 ફુટ સુધી ઢસડાયા હતા અને ક્ષત વિક્ષત થઇ ગયા હતા. પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement