For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાંકાનેર પાસે હિટ એન્ડ રન: અજાણ્યા વાહનની ઠોકરે બાઈકચાલકનું મોત

12:55 PM May 15, 2024 IST | Bhumika
વાંકાનેર પાસે હિટ એન્ડ રન  અજાણ્યા વાહનની ઠોકરે બાઈકચાલકનું મોત
Advertisement

વાંકાનેરના ઢુંવા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતક યુવકના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.

આ ઘટના અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના ઢુંવા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલક પ્રદીપ ચંદુભાઈ ભોજીયા નામના 23 વર્ષના યુવકને તાત્કાલિક સારવાર માટે વાંકાનેર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નીપજ્યું હતું. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં વાંકાનેર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી મૃતક અજાણ્યા યુવકના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement