For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચોટીલાના મોલડી નજીક હિટ એન્ડ રન: અજાણ્યા વાહનની ઠોકરે મહિલાનું મોત

11:39 AM Jun 11, 2024 IST | admin
ચોટીલાના મોલડી નજીક હિટ એન્ડ રન  અજાણ્યા વાહનની ઠોકરે મહિલાનું મોત

રાજકોટ ચોટીલા હાઈવે ગોજારો બન્યો હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક ઘટનામાં ચોટીલા નજીક મોલડી પાસે આપાગીગાના ઓટલા પાસે અજાણ્યા વાહન ચાલકે મહિલાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલી પરિણીતાનું મોત નિપજ્યું હતું. પોલીસે મૃતક મહિલાના વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ મેઘરજ તાલુકાના તીમાપુર ગામની લીલાબેન ચહેરાભાઈ ડામોર નામની 40 વર્ષની પરણીતા ચોટીલા નજીક આપાગીગાના ઓટલા પાસે હાઈવે રોડ ઉપર હતી ત્યારે અજાણ્યા કાર ચાલકે મહિલાને ઠોકરે ચડાવતા અક્સમાત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલી પરણીતાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજપરના તબીબે મૃતજાહેર કરતા પોલીસે મૃતક મહિલાના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ગોંડલના કેશવારા ગામે રહેતા મગન અમરાભાઈ મકવાણા નામનો 40 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક મગનભાઈ મકવાણા બેભાઈ એક બહેનમાં વચેટ હતો અને તેને સંતાનમાં એક પુત્રી છે મગન મકવાણાનું થોડા સમય પહેલા જ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મગજનું ઓપરેશન કરાવ્યું હતું. અને ગઈકાલે જ રાજકોટ તપાસ કરાવીને ઘરે ગયા બાદ બેભાન હાલતમાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement