For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હિટ એન્ડ રન: પાંચ વર્ષના માસૂમને અજાણ્યા કારચાલકે ઉલાળતા મોત

11:46 AM May 10, 2024 IST | Bhumika
હિટ એન્ડ રન  પાંચ વર્ષના માસૂમને અજાણ્યા કારચાલકે ઉલાળતા મોત
Advertisement

માંગરોળ તાલુકાના સેપા ગામે ખેત મજુરી અર્થે આવેલા શ્રમિક પરિવારનો પાંચ વર્ષના માસુમ વાડી પાસે રોડ કાંઠે રમતો હતો ત્યારે અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા માસુમ બાળકનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળ મધ્યપ્રદેશના વતની અને છેલ્લા ત્રણેય વર્ષથી માંગરોળના સેપા ગામે ખેત મજુરી કરતાં શ્રમિક પરિવારનો સાવન દેરામભાઈ બરડે નામનો પાંચ વર્ષના માસુમ બે દિવસ પૂર્વે સેપા ગામે મનીષભાઈની વાડી પાસે રોડ કાંઠે રમતો હતો ત્યારે માતેલા સાંઢની માફક ધસી આવેલી અજાણી કારના ચાલકે માસુમ બાળકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી કાર ચાલક નાસી છુટયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા માસુમને તાત્કાલીક સારવાર માટે માંગરોળ અને જૂનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન માસુમ બાળકે હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં શ્રમિક પરિવારમાં ગમનગીની છવાઈ જવા પામી છે.

Advertisement

પ્રાથમિક પુછપરછમાં મૃતક બાળક બે ભાઈ ત્રણ બહેનમાં નાનો હતો અને વાડી પાસે રોડના કાંઠે રમતો હતો ત્યારે કાર ચાલકે ઠોકરે ચડાવતાં જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement