For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પૂનમબેનના સમર્થનમાં ઐતિહાસિક બાઈક રેલી યોજાઈ, ઠેર-ઠેર ભવ્ય સ્વાગત

12:46 PM May 06, 2024 IST | Bhumika
પૂનમબેનના સમર્થનમાં ઐતિહાસિક બાઈક રેલી યોજાઈ  ઠેર ઠેર ભવ્ય સ્વાગત
Advertisement

ધારાસભ્ય રિવાબા જાડેજા અને શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરાની આગેવાનીમાં 900થી વધુ બાઇક સવાર કાર્યકરો જોડાયા : બાઈક રેલીના સમગ્ર રૂટ પર સાંસદ પૂનમબેન માડમને પ્રચંડ જન સમર્થન સાથે આવકાર: કુમકુમ તિલક- પુષ્પવર્ષા અને ફૂલહારથી સ્વાગત કરાયું મેગા રોડ શો દરમિયાન માઇક પર જાહેરાત કરીને 10.00 ના ટકોરે લાઉડ સ્પીકર બંધ કરાવી અનુશાસન જાળવ્યું

જામનગર લોકસભાની બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન સાંસદ પૂનમબેન માડમના સમર્થનમાં ગઈકાલે 78- વિધાનસભા વિસ્તારમાં ભવ્ય બાઈક રેલી સાથે નો રોડ શો યોજાયો હતો, જેમાં સમગ્ર રેલીના રૂૂટ દરમિયાન સાંસદ પૂનમબેન માડમ ને ઠેર ઠેર પુષ્પવૃષ્ટિ કરી કુમકુમ તિલક તેમજ ફૂલહાર સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. સાંજે 6.00 વાગ્યાથી મોડી રાત્રે 2.00 વાગ્યા સુધી જામનગર માટે ઐતિહાસિક કહી શકાય એવા ભવ્ય રોડ શો માં ઉમેદવાર પૂનમબેન માડમ ને ભવ્ય આવકાર સાથે પ્રચંડ જન સમર્થન મળ્યું હતું.

Advertisement

જામનગર 78- વિધાનસભા વિસ્તારના મધ્યસ્થ કાર્યાલય થી બાઇક રેલી સાથેના ભવ્ય રોડ શો નો પ્રારંભ થયો હતો. જે 80 ફૂટ રિંગ રોડ, દિગજામ ઓવર બ્રિજ, મહાકાળી સર્કલ, બાલાજી પાર્ક, તિરુપતિ મહાદેવ મંદિર, બેડી રીંગરોડ, હનુમાન ટેકરી, ત્યારબાદ વોર્ડ નંબર પાંચમાં નીલકમલ ચોકડી, જય ભગવાન સોસાયટી, સત્ય સાંઈ રોડ, વાલ્કેશ્વરી નગરી, મહાવીર સોસાયટી, જોગર્સ પાર્ક, વોર્ડ નંબર ત્રણ ના ડીકેવી રોડ, હિંમતનગર, વિકાસ ગૃહ રોડ, ભુતિયા બંગલા થઈ બોર્ડ નાં 2 ના બળિયા હનુમાન મંદિર, ગાંધીનગર, અન્નપૂર્ણા ચોક, આશાપુરા માતાજી મંદિર, રામેશ્વર ચોક થઈ વોર્ડ નંબર 4ના પટેલ વાડી, માતૃ આશિષ સોસાયટી, ગાયત્રી ચોક, ભીમ વાસના ઢાળીયે થઈને વોર્ડ નંબર 10 ના સ્મશાન ચોકડી, વોર્ડ ના 11 ના રંગમતી, રવિ પાર્ક અને ગુલાબ નગર વિસ્તારમાં રાત્રિના બે વાગ્યે પરિપૂર્ણ થઈ હતી.
સમગ્ર બાઈક રેલી ના રૂૂટમાં સાંસદ પૂનમબેન માડમ માટેનો વિશેષ રથ તૈયાર કરાયો હતો. જે રથમાં 78- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા, જામનગર શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ઉપરાંત જે તે વિસ્તારમાંથી બાઈક રેલી પસાર થાય, તે વિસ્તારના કોર્પોરેટરોને સાથે જોડવામાં આવ્યા હતા, અને ક્રમશ કોર્પોરેટર ની અદલા બદલી કરવામાં આવી હતી.
બાઈક રેલીમાં જામનગર શહેર ભાજપના આગ્રણીઓ, કોર્પોરેટરો, તેમજ 900 થી વધુની સંખ્યામાં જુદા જુદા વોર્ડના કાર્યકરોએ બાઇકમાં પોતાના હાથમાં ભાજપના ઝંડા, કેસરી ખેસ, માથે કેસરી ટોપી પહેરીને તેમજ કમળના કટઆઉટ સાથે રાખીને ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં ડીજેના તાલે પઅબકી બાર, 400 પારથ અને પફિર એક બાર, મોદી સરકારથ ના પ્રચંડ નારાઓ ગજવ્યા હતા. ભારત માતાકી જય ઘોષ સાથે સમગ્ર રેલીના રૂૂટ પર કેસરિયો માહોલ જોવા મળ્યો હતો.
જામનગરના ઉતર -78 વિધાનસભા વિસ્તારમાં યોજાયેલી વિશાળ બાઇક રેલીમાં જામનગર લોકસભાની બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમની સાથે ભારતીય જનતા પાર્ટી ના જામનગર મહાનગરના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, 78- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા, ભારતીય જનતા પાર્ટીના શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંભણિયા અને મેરામણભાઇ ભાટુ, 78- વિધાનસભા વિસ્તારના પ્રભારી સુરેશભાઈ વસરા, 78- વિધાનસભા વિસ્તારના સંયોજક ધર્મરાજસિંહ જાડેજા, નગરના મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઇ નાખવા, ડિસ્ટ્રીક કો. ઓપરેટિવ બેન્કના ચેરમેન જીતુભાઈ લાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement