For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હિરાભાઇ જોટવાનો હુંકાર: માત્ર જીત નહીં, જૂનાગઢ બેઠક પરથી પ્રચંડ લીડથી જીતીશું

01:31 PM Apr 06, 2024 IST | Bhumika
હિરાભાઇ જોટવાનો હુંકાર  માત્ર જીત નહીં  જૂનાગઢ બેઠક પરથી પ્રચંડ લીડથી જીતીશું
  • સોમનાથ મહાદેવના આશીર્વાદ લઇ હિરા ભાઈ જોટવા એ 13 જૂનાગઢ લોકસભા ચૂંટણીનાા પ્રચારનો પ્રારંભ કર્યો

જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસે સ્વભાવે સરળ અને પીઢ નેતાને ટિકિટ આપતા ભાજપની મુશ્કેલી વધી છે. વર્ષોથી લોકો સાથે જોડાયેલા હિરાભાઈ જોટવાને ટિકિટ મળતા જ તેમના સમર્થકો સાથે સોમનાથ મંદિરે દર્શને અર્થે પહોંચ્યા હતા, સોમનાથ દાદાના દર્શન કરીને હિરાભાઇ જોટવાએ કોંગ્રેસને પ્રચંડ લીડથી જીતનો દાવો કર્યો છે.હીરાભાઇ જોટવાને ટિકિટ મળતા ભાજપથી નારાજ સમાજ હવે કોંગ્રેસ સાથે જોડાશે. હિરાભાઇ અને જોટવા પરિવાર વર્ષોથી સેવાકીય પ્રવૃતિઓ અને લોકોની સાથે જ રહ્યો છે. હિરાભાઇ જોટવા જમીન સાથે જોડાયેલા નેતા છે. દરેક સમાજના લોકોમાં સર્વ સ્વીકૃત છે.

Advertisement

બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં ટિકિટ મળતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. હિરાભાઇ જોટવાએ 2024 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
હિરાભાઇ જોટવાએ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષથી ભાજપના સાંસદ ચૂંટાતા હોવા છતાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં કોઇ વિકાસના કાર્યો થયા નથી. જનતા સાંસદને મળવા જતી તો રાજેશ ચુડાસમા તેમને મળતા પણ ન હતા. અનેક સમાજના લોકો રાજેશ ચુડાસમાથી નારાજ ચાલી રહ્યાં છે. જુનાગઢ અને ગીર સોમનાથના ભાજપના કાર્યકર્તાઓ પણ ઇચ્છતા હતા કે રાજેશ ચુડાસમાની જગ્યાએ બીજા કોઇને તક આપવામાં આવે પણ પક્ષે તેમની રજૂઆતને સાંભળી ન હતી.

રાજેશ ચુડામાને ટિકિટ મળતા સ્થાનિક ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓમાં નારાજગી હોવા મળી રહી હોવાનો દાવો હિરાભાઇ જોટવાએ કર્યો છે. આ વખતે જુનાગઢ લોકસભા બેઠકની જનતા કોંગ્રેસના પંજાની સાથે રહેશે. જુનાગઢ બેઠક પર કોંગ્રેસની જીત નિશ્ચિત થઇ ગઇ છે હવે આ બેઠક પર પ્રચંડ લીડ સાથે ભાજપના અભિમાનનો તોડવાનો દાવો હિરાભાઇ જોટવાએ કર્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement