For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોલ્ડન સિટી વિસ્તારમાં મહિલા અને તેના પાંચ વર્ષના માસૂમ બાળક પર હીચકારો હુમલો

12:34 PM May 22, 2024 IST | admin
ગોલ્ડન સિટી વિસ્તારમાં મહિલા અને તેના પાંચ વર્ષના માસૂમ બાળક પર હીચકારો હુમલો

જામનગરમાં ગોલ્ડન સીટી વિસ્તારમાં બપોર દરમિયાન એક ક્ષત્રિય મહિલા અને તેના પાંચ વર્ષના માસુમ પુત્ર પર પાડોશી ત્રણ મહિલા સહિત સાત શખ્સોએ હુમલો કરી દેતાં ભારે દેકારો બોલી ગયો હતો. પાડોશીઓએ માત્ર પાંચ વર્ષના માસુમ બાળકને પણ છોડ્યો ન હોવાથી ભારે ચકચાર જાગી છે. ઇજાગ્રસ્ત માતા પુત્રને હોસ્પિટલમાં ખસેડાયા છે. જામનગરના ગોલ્ડન સિટી વિસ્તારમાં બપોર દરમિયાન બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં એક ક્ષત્રિય મહિલા અને તેના પાંચ વર્ષના માસુમ બાળક પર પાડોશમાં જ રહેતી ત્રણ મહિલા સહિત પરિવારના 7 શખ્સોએ હુમલો કરી દેતાં ભારે દોડધામ થઈ હતી. માતા પુત્ર બંનેને ગંભીર ઇજા થઈ હોવાથી લોહી નિતરતી હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યા હતા, અને બંનેને તાકીદ ની સારવાર અપાઇ હતી. માસુમ બાળકને માથામાં વધુ ઈજા થઈ હોવાથી સંખ્યાબંધ ટાંકા લેવા પડ્યા હતા, અને બાળકે ભારે આક્રંદ કર્યું હતું. પાંચ વર્ષના માસુમ પુત્રને પણ પડોશીઓએ છોડ્યા ન હોવાથી આસપાસના વિસ્તારમાં ભારે તંગ વાતાવરણ બન્યું હતું. આ બનાવની જાણ થતાં પોલીસ ટુકડી ઘટના સ્થળેઝ તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગઈ છે, અને ક્ષત્રીય મહિલાની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement