For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના સિરપકાંડમાં 1 આરોપીની જામીન અરજી મંજૂર કરતી હાઇકોર્ટ

11:50 AM Jan 04, 2024 IST | Bhumika
રાજકોટના સિરપકાંડમાં 1 આરોપીની જામીન અરજી મંજૂર કરતી હાઇકોર્ટ

તા 13/07/2023 ના રોજ ડી.સી.બી. પો.સ્ટે.ના અધિકારીની ખાનગી રાહે બાતમી મેળવેલ કે રાજકોટ શહેર નાગરીક બેંક ચોક પાસે આવેલ પાર્કિંગમાં આઇસર ગાડી નં. જી.જે. 13 એ.વી, 7076 તથા જીજે 03 બી.વાય. 994ર પડેલ છે તેમજ બીજી ત્રણ ગાડીઓ રાજકોટ શહેર હુડકા ચોકડી સર્વિસ રોડ માધવ પાર્કિંગમાં આઇસર પડેલ છે આમ ઉપરોકત પાંચેય ગાડીઓમા આયુર્વેદિક હર્બલ બોટલોના બોકસ ભરેલ છે. તેવી ચોકકસ હકીકત મળતા કલાક 12 વાગ્યે ડી.સી.બી. પો.સ્ટે. ખાતે બે પંચોને બોલાવી પંચોની હાજરીમાં પ્રાથમીક પંચનામું કરાવેલ આઇસર ગાડીમાં ભરેલ બોકસ અંગે ગાડી ડ્રાઇવરો પાસે ઉતરાવી ચેક કરતા બોકસમાં હર્બલ આયુર્વેદીકની બોટલો ભરેલ પુઠાના બોકસ હોય જે ચોકકસ બાબતે આઇસર ગાડીના ડ્રાઇવરો પાસે કોઇ આધાર પુરાવા કે લાયસન્સ ન હોય જેથી મજકુર ઇસમને ગાડીમા ભરેલ આયુર્વેદીક બોટલ અંગે પુછતા આ જથ્થો રૂપેશભાઇ ડોડીયા રહે. અમરનગર, ઉદ્યોગનગર, રાજકોટ તેમના શાપર/ વેરાવળ ગાડાઉને ભરાવેલ હોવાની હકીકત મળેલ હતી. ત્યારબાદ પોલીસ દ્વારા આઇસર ગાડીના ડ્રાઇવરો તેમજ માલ ચડાવનાર ઇસમોને પો.સ્ટે. સાથે લઇ જઇ વધુ તપાસ કરતા આઇસરમાં ભરેલ બોકસમાં આયુર્વેદીક બોટલોમા આલ્કોહોલનું પ્રમાણ ઉમેરી તેમજ કંપનીઓના ખોટા નામના લેબલ લગાડી ખોટા બનાવટી સ્ટીકરો બોટલો પર લગાડી કે જે સ્ટીકરોનું લાઇસન્સ ન હોય તે રીતે આર્થીક લાભ મેળવવા નશાકારક કેફી પદાર્થનું વેચાણ કરતાનું જણાવેલ હોવાથી ડી.સી.બી. પો.સ્ટે.એ પ્રોહી, બી.,81,83,98(2), 67(એ), 65(એ), 65 (સી) તેમજ આઇ.પી.સી. કલમ 116 કલમ 272,273,4 06,420,465, 467, 468, 471, 482, 483, 120 બી., મુજબનો ગુન્હો નોંધી ધર્મેન્દ્ર નટવરલાલ ડોડીયા, નં. રૂપેશ નટવરલાલ ડોડીયા, મેહુલભાઇ અરવિંદભાઇ જસાણી, લકધીરસિંહ કાળુભા જાડેજા, અશોક નાગજીભાઇ ચૌહાણના વિરૂધ્ધ ગુન્હો નોંધેલ હતો પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી આરોપીઓને નામદાર કોર્ટમાં રજુ કરવામાં આવતા નામદાર કોર્ટ દ્વારા રીમાન્ડ પુર્ણ થતા જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ હતા. ત્યારબાદ ત.ક.અધિકારી દ્વારા આ કામે ચાર્જશીટ રજુ કરતા જેલમાં રહેલ આરોપી અશોક ગગજીભાઇ ચૌહાણ, રહે. રાજકોટનાએ તેમના વકીલ વિજયરાજસિંહ એસ, જાડેજા મારફત ગુ.જ. હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા આરોપી સામે પુરતા પુરાવા ન હોવાથી શરતી જામીન પર છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કામમાં આરોપી વતી વકીલ ભાવિકભાઇ સમાણી તેમજ વિજયરાજસિંહ એસ. જાડેજા રોકાયેલ હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement