For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હેલિકોપ્ટર ડામાડોળ થયું, અમિત શાહનો આબાદ બચાવ

11:23 AM Apr 30, 2024 IST | Bhumika
હેલિકોપ્ટર ડામાડોળ થયું  અમિત શાહનો આબાદ બચાવ

કેન્દ્રીય પ્રધાન અમિત શાહને લઈને જતા એક હેલિકોપ્ટરે ભારે પવન વચ્ચે નિયંત્રણ ગુમાવી દીધુ હતું, જોકે પાયલટની સુજબુઝને લીધે કોઈ અનિશ્ચનિય ઘટના સર્જાઈ ન હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને લઈ જતા હેલિકોપ્ટરનો એક વીડિયો સામે આવ્યો છે. બિહારના બેગૂસરાયમાં જાહેર સભાને સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા.
સદનસીબે પાયલટે હેલિકોપ્ટર પર નિયંત્રણ મેળવી લીધુ હતું અને ગૃહ પ્રધાન સાથે સુરક્ષિત ઉડાન ભરવામાં સફળતા મેળવી હતી. ગૃહ પ્રધાન અમિત શાહ જનસભાને સંબોધિત કર્યાં બાદ પરત ફરી રહ્યા હતા. તે સમયે ભારે પવન હતો અને તેને લીધે હેલિકોપ્ટરને સામાન્ય ઉડ્ડાન ભરવામાં મુશ્કેલી પડી હતી. થોડા સમય માટે તો ધૂળની ડમરીઓ ઉટવા લાગી હતી.

Advertisement

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે હેલિકોપ્ટર જમીનથી થોડી ઊંચાઈએ ચક્કર લગાવવા લાગ્યું હતું. પાયલટ હેલિકોપ્ટર પર અંકુશ મેળવવા માટે સંઘર્ષ કરતો હોય તેમ લાગતું હતું.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement