For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તબીબ બનવાનું સ્વપ્ન જોતી ‘હીર’ ચક્ષુદાન થકી અન્યના જીવનમાં ઓજસ પાથરી ગઈ

04:37 PM May 15, 2024 IST | Bhumika
તબીબ બનવાનું સ્વપ્ન જોતી ‘હીર’ ચક્ષુદાન થકી અન્યના જીવનમાં ઓજસ પાથરી ગઈ
Advertisement

ધો.10ની પરીક્ષામાં 99.07 પી.આર. મેળવ્યા પણ રિઝલ્ટ આવે તે પહેલાં 15 વર્ષની તેજસ્વી છાત્રાનું બ્રેઈન હેમરેજથી કરુણ મોત : ચક્ષુ અને દેહદાન કરાયું

મોરબીના ઘેટિયા પરિવારને તેજસ્વી દીકરીના પરિણામની માતક નજરે રાહ હતી કારણ પરીવારજનોને ખબર જ હતી કે મોરના ઈંડા ચિતરવા ન પડે! પણ વિધિની વક્રતાએ સર્જેલી કરૂણાંતિકામાં ઘેટિયા પરિવાર ગરક થયો હોવાની વિગતો મળી ત્યારે ભલભલાના હદય દ્રુવી ઉઠ્યા … અત્યંત તેજસ્વી દિકરીએ ધો. 10નું ઝળહળતુનું પરીણામ મળે એ પહેલા જ અનંતની વાટ પકડીલેતા ઘેટિયા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

Advertisement

સદગતના પરિવારજનોની માનવતાના દર્શન ત્યારે થયા કે, દિકરીના ચક્ષુઓનું અને દેહનું દાન કરાયું છે.
સમગ્ર કરૂણાંતિકાની વાત જોઈએ તો મોરબીમાં રહેતી અને તેજસ્વી અભ્યાસનો પર્યાય બનેલી હિર પ્રફુલભાઈ ઘેટિયા નામની છાત્રાએ ધો. 10ની હોંશે હોંશે પરીક્ષા આપ્યા બાદ વાલીઓ સમક્ષ ઝળહળતુ પરિણામ મેળવવાનો દાવો કર્યો હતો. પણ દીકરીનું પરિણામ આવે તે પહેલા દીકરીની હાજરી ‘પરોક્ષ’ બની જશે તેવી પરિવારજનોને કલ્પના પણ નહોતી.

અને બન્યું પણ એવું જ .. આજથી એકાદ મહિના પહેલા હિરને બ્રેઈન હેમરેજ થતાં જરૂરી સારવાર મળી જતાં દવાખાનેથી ઘરે લવાઈ હતી પરંતુ શ્ર્વાસની તકલીફ ઉપડતા હિરને ફરી દવાખાનામાં દાખલ કરાઈ તે દરમિયાન 80થી 90 ટકા મગજ કામ કરતું બંધ થઈ જતાં બ્રેઈન ડેડ અવસ્થા વચ્ચે વાલીઓના હાથમાંથી હિર સરકી જઈને આજે મૃત્યુ પામતા ઘેટિયા પરિવારનો તેજસ્વી દીકરીના ધો. 10માં 99.07 પર્સનટાઈલનો આનંદ આઘાતમાં ફેરવાઈ ગયો છે.

દેહદાન-ચક્ષુદાન થકી હીર ધબકશે અન્યોના જીવનમાં
લાડલી દિકરીને તબીબ બનવાનું સ્વપ્ન પુરુ કરવું હતું પણ હવે ગેરહાજરી વચ્ચે પણ દીકરી કાયમી અન્યોના જીવનમાં ધબકતી રહે તે માટે પરિવારજનોએ હિરના બન્ને ચક્ષુનું દાન કર્યુ છે. જ્યારે દિકરીની સ્મૂતિ કાયમી જળવાઈ રહે તે માટે મેડિકલ કોલેજને દેહદાન કરી ઘેટિયા પરિવારજનોએ માનવતાવાદી પ્રેરણાત્મક ઉદાહરણ પુરુ પાડયું છે.

હીરને તબીબ બનવું’ તું… પણ
નાનપણથી જ અભ્યાસિક ધોરણે ઉત્કૃષ્ટ પરિણામો લાવનારી હિર ઘેટિયાએ ધો. 10માં પણ 99.07 પર્સનટાઈસ મેળવીને પોતાના મગજની તીવ્ર તેજસ્વિતા સાબિત કરી હતી પણ કુદરતે હિરને મગજની જ બિમારીમાં પટકી દઈને ઘેટિયા પરિવારનો આનંદ છીનવી લીધો છે. પરિવારજનોએ રડમસ સ્વરૂપે જણાવ્યું હતું કે, દિકરી હિટને ડોક્ટર બનવું’ તુ પણ ઈશ્ર્વર ઈચ્છા બળવાન, પ્રભુ તેના આત્માને શાંતિ આપે….

બિગબજાર પાસે અકસ્માતમાં ઘવાયેલા પ્રૌઢનું મોત: કિડની, લીવર સહિતના અંગોનું દાન કરાયું

શહેરના 150 ફૂટ રીંગ રોડ પર બીગ બજાર પાસે ત્રણ દિવસ પહેલા અકસતમાં ઘવાયેલા પ્રૌઢે સારવારમાં દમ તોડી દેતા તેનું મોત નિપજ્યું હતુ. પરિવારજનો દ્વારા મૃતકના કિડની, લીવર, આંખ અને ત્વચાનું દાન કરવામાં આવ્યું આ બનાવમાં પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મવડીમાં જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલી અંબિકા ટાઉનશીપ પાસે રહેતા ગીરીશભાઈ જયશંકરભાઈ પંડ્યયા (ઉ.વ.53) નામના પ્રૌઢ ગત તા. 12ના રોજ બપોરે પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતા કારના ચાલકે બાઈકને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં પ્રૌઢને ગંભીર ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અને માથાના ભાગે ગંભીર ઈજા થવાથી બ્રેઈનડેડ થઈ ગયાનું જાણાવ્યું હતું. સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્તા પરિવારજનો દ્વારા મૃતક પ્રૌઢની બે કિડની, લીવર, અને બન્ને આંખ અને ચામડીનું દાન કરવામા આવ્યું હતું.

પ્રાથમિક તપાસમાં મૃતક પ્રૌઢ ચાર ભાઈ ત્રણ બહેનમાં નાના અને પ્રાઈવેટ કુરિયર કંપનીમાં કામ કરતા હતા તેમને સંતાનમાં બે પુત્રીઓ છે આબનાવમાં માલવિયાનગર પોલીસે મૃતકના પિતરાઈ ભાઈ સંદિપભાઈ જયશંકરભાઈ પંડ્યાની ફરિયાદ પરથી અકસ્માત સર્જનાર કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement