For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મતદાન બાદ વીંછિયામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

12:10 PM May 08, 2024 IST | Bhumika
મતદાન બાદ વીંછિયામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
Advertisement

હવામાન વિભાગની હીટવેવની આગાહી વચ્ચે રાજ્યમાં કેટલાક સ્થળોએ વાતાવરણમાં પલટો આવ્યો છે.
મતદાન પૂરું થયા બાદ રાજકોટ અને અમરેલીના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટના વિછીયા ભારે પવન વચ્ચે ધોધમાર વરસાદ શરૂૂ થયો હતો. તો અમરેલીમાં મતદાન પૂર્ણ થયા બાદ વરસાદની એન્ટ્રી થતાં અસહ્ય ગરમી માંથી લોકોને રાહત મળી હતી.

અમરેલીના ગોખરવાળા, દેવળીયા આસપાસના ગામો હાઇવે ઉપર વરસાદ પડ્યો હતો. થોડીવાર ધોધમાર વરસાદી ઝાપટું પડતા લોકોને ગરમી માંથી રાહત મળી હતી. ભારે પવન વચ્ચે વરસાદ પડતાં વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી.અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે.ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ધોમધખતા તાપ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતાં લોકોને ઉકળાટથી થોડી રાહત મળી છે.

Advertisement

મોડાસાના ટીંટોઈ પંથકમાં પણ વરસાદ છે. મોડાસા શામળાજી હાઈવે પર વરસાદ છે. વરસાદ પડતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, વિઝિબીલિટી ઘટતાં લોકો હેડ લાઇટ શરૂૂ કરીને વાહન ચલાવતાં જોવા મળ્યા હતા.બનાસકાંઠામાં અંબાજી પંથકના વાતાવરણ માં એકાએક પલટો આવ્યો છે. બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ હળવો વરસાદ પડ્યો હતો. ગરમીની આગાહી વચ્ચે વરસાદની પધરામણી થઈ હતી.

દરિયાઈ વિસ્તાર કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, આણંદ, ભરૂૂચ, સુરત, નવસારી, દમણ દાદરા નગર હવેલી, વલસાડમાં હીટ વેવની આગાહી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિકના કહેવા મુજબ, આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે. જ્યારે છઠ્ઠા અને સાતમા દિવસે હળવા વરસાદની સંભાવનાઓ કેટલાક વિસ્તારો માટે વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની શક્યતાઓ દક્ષિણ ગુજરાત માટે વ્યક્ત કરાઈ રહી છે. આગામી 5 દિવસ દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 12 અને 13 મેના રોજ સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમી સાથે બફારાની સ્થિતિ આગામી દિવસોમાં રહેવાની સંભાવનાઓ છે. મહત્તમ તાપમાનમાં આગામી દિવસોમાં કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement