For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તા.4થી 8 જુલાઇ વચ્ચે પડશે ધોધમાર વરસાદ

05:49 PM Jul 01, 2024 IST | admin
તા 4થી 8 જુલાઇ વચ્ચે પડશે ધોધમાર વરસાદ
Advertisement

વાદળોનું ઝુંડ ગુજરાત તરફ ધસી આવ્યુ, આખુ અઠવાડીયુ વરસાદ રહેવાની આગાહી

જુનના અંતિમ સપ્તાહમાં વરસાદે ધબધબાટી બોલાવી છે. અટવાયેલા વાદળોનું ઝુંડ ગુજરાત તરફ અચાનક ધસી આવ્યું હોય તેમ ગુજરાતમાં ઠેરઠેર વરસાદ નોંધાયો છે. પૂર્વ અને બંગાળની ખાડીમાંથી ચોમાસાનો પ્રવેશ થયો છે. ભારતના ઉત્તરથી હવે વાદળો નીચે ઉતરી રહ્યાં છે, જે પૂર્વીય વાદળો સાથે એકબીજા સાથે ટકરાઈને અરબ સાગરમાં પહોંચીને વિક્ષોભથી મળીને ફરી પશ્ચિમી હવાઓ સાથે ગુજરાત, મહારાષ્ટ્રના રસ્તે પહોંચ્યા છે.
અરબ સાગરમાં વાદળો મસ્કત સુધી પહોંચીને વિખેરાઈને ફરી ભારત તરફ પરત ફરી રહ્યાં છે. જેથી મુંબઈમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે. તેની અસરથી દક્ષિણી ગુજરાતથી મધ્ય પ્રદેશના પશ્ચિમી ભાગમાં તેની અસર જોવા મળશે. વાતાવરણના આ સમીકરણને કારણે જુલાઈના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના વાતાવરણમાં જબરદસ્ત મોટો પલટો આવશે.

Advertisement

આ કારણે ગુજરાતમાં મુશળધાર વરસાદ આવશે.
રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. આજે ભરૂૂચ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. તો વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે છે. પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. ભાવનગર, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ આવી શકે છે.

મઘ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્કયુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ છે. આંકડા અનુસાર, જૂન માસમાં પડતા વરસાદમાં આ વર્ષે ખાધ છે. 1 જૂન થી 27 જૂન સુધીમાં ગુજરાતમાં 52% વરસાદ નોંધાયો. જે 1 થી 27 જૂનમાં વરસાદ થવો જોઈએ તેના કરતાં 48 ટકા ઓછો વરસાદ છે. તો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement