For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારે વરસાદની આગાહી: NDRFની ટીમ રાજકોટ પહોંચી

03:31 PM Jun 27, 2024 IST | admin
ભારે વરસાદની આગાહી  ndrfની ટીમ રાજકોટ પહોંચી
Advertisement

મોરબી રોડ પર ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરીએ કમાન્ડર સહિત 47 જવાનો રહેશે ખડેપગે

સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી માહોલ જામતો જાય છે ત્યારે હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ ભારેથી અતિભારે આગાહી કરવામાં આવી છે. જેના કારણે કોઈ અનિચ્છિનીય ઘટના ન બને ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમ ફાળવી દીધી છે. જેમાં આજે કંપની કમાન્ડર સહિત 47 જવાનોની એનડીઆરએફની ટીમ રાજકોટ આવી પહોંચી છે.

Advertisement

સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી માહોલ જામતો જાય છે ત્યારે પુર સહિતની પરીસ્થિતિઓ વચ્ચે લોકોને તાત્કાલીક મદદ મળી રહે તે માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં એનડીઆરએફની અલગ અલગ પાંચ ટીમ ફાળવવામાં આવી છે. જેમાં આજે કંપની કમાન્ડર સહિત 47 જવાનોની એનડીઆરએફની ટીમ આજે રાજકોટ આવી પહોંચી હતી અને મોરબી રોડ ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરી કાર્યરત કરી દેવામાં આવી છે.

એનડીઆરએફની ટીમ પોતાની સાથે પૂરની પરીસ્થિતિને પહોંચી વળવા માટે નાની બોટ, ટ્યુબ, દોરડા સહિતની તમામ સાધન સામગ્રીઓ સાથે રાજકોટ આવી પહોંચી છે. સૌરાષ્ટ્રભરમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભારે વરસાદની આગાહી વચ્ચે એનડીઆરએફની ટીમ રાજકોટ આવી પહોંચી છે અને સૌરાષ્ટ્રમાં ગમે તે સ્થળે પુરમાં ફસાયેલા કે નદીમાં તણાયેલા લોકોની બચાવકામગીરી કરવા માટે એનડીઆરએફના જવાનો હંમેશા તત્પર રહેશે.

ભારે વરસાદ, પૂર તેમજ વાવાઝોડાની પરિસ્થિતિ વચ્ચે લોકોના જાન-માલનું રક્ષણ થાય તે માટે એનડીઆરએફના જવાનો હંમેશા ખડેપગે રહેતો હોય છે અને તેઓને આવી અસામાન્ય પરિસ્થિતિને કેમ પહોંચી વળવા તેની તાલીમ પણ આપવામાં આવતી હોય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement