સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

સૌરાષ્ટ્રનાં આ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી, 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

03:00 PM Jun 27, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

હવામાન વિભાગે ગુજરાતના 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 10 જિલ્લામાં ઓરેન્જ તો 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં સારા વરસાદનું અનુમાન છે.મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ વરસાદનું અનુમાન છે. જેને લઇને હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

હવામાન વિભાગે દ્વારકા, પોરબંદર,જૂનાગઢ, ગીર સોમનાથ,અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, સુરત, ભરૂચમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં કચ્છ,સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા,દાહોદ,પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, નવસારી, વલસાડ, દમણ,દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Tags :
gujaratgujarat newsGujarat Rain ForecastMeteorological departmentMonsoonrain fall
Advertisement
Next Article
Advertisement