For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આગામી પાંચ દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

06:11 PM Jun 28, 2024 IST | Bhumika
આગામી પાંચ દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી  જાણો ક્યાં પડશે વરસાદ
Advertisement

રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાતનાં અનેક જીલ્લાઓમાં છૂટો છવાયો વરસાદી માહોલ છવાયો હતો. આ દરમિયાન હવામાન વિભાગે આગની 5 દિવસમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. જેમાં આજે સુરત, નવસારી, વલસાદ, દમણ અને દાદરા-નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ પશ્રિમ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આજે સુરત, નવસારી અને વલસાડમાં ધોધમાર વરસાદ પડશે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુરસ આંણદ, ભરુચ, નર્મદા, તાપી, ડાંગ, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે.

Advertisement

હવામાન વિભાગે 29 જૂનના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો 30 જૂનના રોજ ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે 1 જુલાઇના રોજ વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અને 2 જુલાઇના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement