For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

13 રાજ્યોમાંં હીટવેવ: સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમી રાતે સૂવા નહીં દે

11:07 AM Apr 29, 2024 IST | Bhumika
13 રાજ્યોમાંં હીટવેવ  સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમી રાતે સૂવા નહીં દે
  • હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશામાં તીવ્ર હીટવેવ: હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબમાં વીજળી સાથે આંધી- કરા પડશે

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશના ઉત્તર-પૂર્વના કેટલાક રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યોમાં લોકોને ગરમીથી રાહત મળવાની નથી. વિભાગે કહ્યું છે કે આસામ, મેઘાલય, ત્રિપુરા, કેરળ, માહે અને તટીય કર્ણાટકમાં ભેજ અને ગરમ હવામાનને કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેરળમાં લુ લાગી જવાથી બે લોકોના મોત નીપજયા છે. મહારાષ્ટ્રમાં સોલાપુરમાં મહતમ તાપમાન 43.7 ડીગ્રી નોંધાયું છે.

Advertisement

આઇએમડી દ્વારા 13 રાજ્યોમાં હીટવેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સૌથી તીવ્ર હીટવેવ ગંગા, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડ, ઓડિશાના ભાગોમાં જોવા મળશે. પૂર્વ ઉત્તર પ્રદેશ અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગરમ રાતનો સામનો કરવો પડશે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે પૂર્વી ઉત્તર પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છ, હિમાલયન પશ્ચિમ બંગાળ, કોંકણ અને ગોવા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, તટીય આંધ્રપ્રદેશ અને યાનમ, તેલંગાણા, રાયલસીમા અને આંતરિક કર્ણાટકમાં લોકોને ગરમીનો સામનો કરવો પડશે.

Advertisement

બિહારના 18 જિલ્લામાં ગરમીનું મોજુ પ્રવર્તી રહ્યું છે. પટના, ઔરંગાબાદ, શેખપુરા, નવાદા, મુઝફ્ફરપુર જેવા જિલ્લાઓમાં ગરમીની લહેર પ્રવર્તી રહી છે. લખનૌ હવામાન કેન્દ્રે પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગરમીના મોજાની યલો એલર્ટ ચેતવણી જારી કરી છે. દિલ્હીમાં તાપમાન 40ને પાર કરી રહ્યું છે અને અત્યારે વરસાદની કોઈ શક્યતા નથી.

આઇએમડી અનુસાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં વીજળી સાથે તોફાન, 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને કરા પડવાની સંભાવના છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં તેજ પવન સાથે વીજળી પડવાની છે.

ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં જોરદાર પવન પણ ફૂંકાશે. દિલ્હી-એનસીઆર, હરિયાણા અને ચંદીગઢમાં લોકોને વીજળીની સાથે ધૂળની ડમરીઓનો સામનો કરવો પડશે. પશ્ચિમ રાજસ્થાન, પૂર્વી મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, તટીય આંધ્રપ્રદેશમાં વીજળીના ચમકારા સાથે જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે.

હવામાન વિભાગે કહ્યું છે કે અરુણાચલ પ્રદેશ, કેરળ, હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને લક્ષદ્વીપમાં વીજળી પડવાની છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ થવાનો છે. ઉત્તર હરિયાણા અને ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનમાં હળવો વરસાદ અને તોફાન થવાની શક્યતા છે.

કેરળમાં ગરમીના કારણે 2 લોકોનાં મોત
કેરળમાં આકરી ગરમીના કારણે એક મહિલા સહિત બે લોકોના મોત થયા છે. આ બંને ઘટના કન્નુર અને પલક્કડમાં બની હતી. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી પાંચ દિવસ સુધી 12 જિલ્લાઓમાં તાપમાન મહત્તમ રહેશે. પલક્કડ જિલ્લાના એલાપુલી ગામમાં રવિવારે એક 90 વર્ષીય મહિલાની નહેરમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. ઘરની બહાર આવ્યા બાદ ભારે ગરમીની ચપેટમાં આવી ગઇ હતી. આ દરમિયાન કન્નુર જિલ્લામાં, એક 53 વર્ષીય વ્યક્તિનું રવિવારે વહેલી સવારે ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. તડકાની ઝપેટમાં આવી જતાં તેને ત્યાં સારવાર આપવામાં આવી રહી હતી.

ગુજરાતના શહેરોમાં મહત્તમ તાપમાન
અમદાવાદ- 40.5
અમદાવાદ એરપોર્ટ- 42.5
રાજકોટ -41.3
ડાંગ -41.2
સુરેન્દ્રનગર -41.1
અમરેલી- 41
વડોદરા -40.6
છોટા ઉદપુર- 40.3
ભુજ- 40.3

Advertisement
Tags :
Advertisement
Advertisement