For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગરમી આજે 42 ડિગ્રીને પાર: કાલથી મળશે રાહત

04:45 PM May 08, 2024 IST | Bhumika
ગરમી આજે 42 ડિગ્રીને પાર  કાલથી મળશે રાહત
Advertisement

મે મહિનો શરૂ થતા જ ગરમીએ કળોકેર બતાવ્યો છે. હવામાન વિભાગ દ્વારા હીટવેવની સતત આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજે પણ મહાનગરપાલિકમાં એન્વારમેન્ટ રિપોર્ટ મુજબ બપોરે બે વાગ્યા સુધીમાં અમુક વિસ્તારોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને ટચ થઇ ગયેલ હોય ત્રણ વાગ્યા સુધીમાં 42ને પાર થવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. જેની સામે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ કમોસમી વરાદસાદની આગાહી કરતા કાલથી ગરમીમાં રાહતના અણસાર જોવા મળી રહ્યા છે.

રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગરમીનો પારો સતત વધતો જોવા મળી રહ્યો છે. બપોરે 12 વાગ્યા બાદ શહેરમાં કર્ફ્યુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગઇકાલે પણ ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યા બાદ આજે બપોરે 2 વાગ્યા સુધીમાં 42 ડિગ્રી સુધી પહોંચી ગયેલ હોય આજે ગરમી ભુકા કાઢશે તેવુ લાગી રહ્યું છે. મહાનગરપાલિકાના એન્વારમેન્ટ રિપોર્ટમાં અલગ-અલગ વિસ્તારોનું ટેમ્પ્રેચર નોંધવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ટેમ્પ્રેચર કોઠારીયા રોડ ઉપર 41.19 ડિગ્રી અને સૌથી ઓછું ટેમ્પ્રેચર આરએમસી સર્કલ ખાતે 32.85 ડિગ્રી નોંધાયું છે. બપોરે 12થી 4ની વચ્ચે સતત ટેમ્પ્રેચર વધતુ હોય 4 વાગ્યા સુધીમાં ગરમીનો પારો 43 ડિગ્રી પહોંચવાની શક્યતા જોવાઇ રહી છે. છતા હવામાન વિભાગની આગાહીના કારણે આવતી કાલથી વાદળ છાયુ વતવારણ જોવા મળશે. પરિણામે ગરમીમાં રાહત મળવાની સંભાવન પણ જોવાઇ રહી છે.

Advertisement

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો માહોલ જોવા મળશે. ત્યારે આગામી 5 દિવસ સૂકુ વાતાવરણ રહે તેવી આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ આગામી 5 દિવસ દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 12 અને 13 મેના રોજ સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, ગાંધીનગર, ખેડા, મહેસાણા, નર્મદા, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. જ્યારે મહીસાગરમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તાપી અને જુનાગઢમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. જામનગર, સુરતમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement