For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાર્ટફેઇલ: વધુ ચાર માનવ જિંદગીને ભરખી જતો હાર્ટએટેક

04:07 PM Jan 01, 2024 IST | Sejal barot
હાર્ટફેઇલ  વધુ ચાર માનવ જિંદગીને ભરખી જતો હાર્ટએટેક

રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકે ઉપાડો લીધો હોય તેમ હદય રોગના હુમલાથી અનેક માનવ જિંદગીના શ્વાસ થંભી રહ્યા છે. ત્યારે વધુ બે ઘટનામાં રાજકોટમાં શાકભાજીનો ફેરો લઈને ગયેલા છકડો રીક્ષાના ચાલક, ફૂલ ભરીને આવેલા બોલેરોના ક્લીનર, કારખાનામાં કામ કરતા કારીગર અને આધેડનું હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું છે. પ્રૌઢ અને આધેડના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં આરટીઓ પાછળ આવેલા આરએમસી હુડકો ક્વાર્ટરમાં રહેતા મધુભાઈ પોલાભાઈ સાબડ નામના 46 વર્ષના પ્રૌઢ સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં છકડો રીક્ષામાં શાકભાજીનો ફેરો લઈને ગયા હતા ત્યારે મોચી બજારમાં હતા અને બેઠા હતા ત્યારે તેમને અચાનક છાતીનો દુખાવો ઉપડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી પ્રૌઢનું હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં મૂળ મધ્યપ્રદેશનો વતની કારૂૂલાલ પ્રભુલાલ મેઘવાળ નામનો 36 વર્ષનો યુવાન રાજકોટમાં કુવાડવા રોડ પર મેગો માર્કેટમાં બોલેરોમાં ફૂલ ભરીને આવ્યો હતો અને બોલેરોમાં સૂતો હતો ત્યારે નિંદ્રાધીન ક્લીનર યુવકને હૃદય રોગનો હુમલો આવતા મોત નિપજ્યું હતું. મૃતક યુવક બે ભાઈમાં નાનો અને અપરિણીત હતો. ડ્રાઇવરે નિંદ્રાધીન ક્લીનરને જગાડતા બેભાન હાલતમાં પડ્યો હોવાનું જાણવા મળતા સારવારમાં ખસેડાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત ત્રીજા બનાવમાં 80 ફુટ રોડ ઉપર આવેલી રાધે હાઈટ્સમાં રહેતા રમેશભાઈ જીવરાજભાઈ અમીપરા નામના 55 વર્ષના આધેડ સવારના અગીયારેક વાગ્યાના અરસામાં ઉદ્યોગનગર ગુલાબ વાટીકામાં આવેલ આર. એન. ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા હતા ત્યારે અચાનક હ્રદય રોગનો હુમલો આવતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું
આ ઉપરાંત ચોથા બનાવમાં રૈયાધાર વિસ્તારમાં આવેલા બંસીધર પાર્કમાં રહેતા રઘુભાઈ શિયાળીયા ગામના 54 વર્ષના રાધે રાત્રીના સાડા નવ એક વાગ્યાના સામે પોતાના કર્યા હતા ત્યારે રઘુભાઈ વિહાભાઈ શિયાળીયા નામના 54 વર્ષના આધેડ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા. ત્યારે અચાનક હૃદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા રઘુભાઈ શિયાળીયાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે રઘુભાઈ શિયાળીયાએ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement