આરોગ્ય વિભાગની કોલેરા સામે મહાઝુંબેશ: બોરમાંથી પાણીના સેમ્પલ લેવાયા
પાણીપુરીની 33 લારીઓ શેરડી રસ ડીપો-13 , છૂટક બરફના એકમો-10, ગોલાની 9 દુકાનો બંધ કરાવવામા આવી
જામનગર મા આજે તા.31/7/2024 નાં રોજ કોલેરાના કોઈ પોઝીટીવ કેસ આવેલ નથી. આજ દીવસ સુધી કોલેરા નાં કુલ 27 પોઝીટીવ કેસ નોંધાયા છે. તેમાંથી પુરુષ-12 અને સ્ત્રી-15, હાલ જી.જી હોસ્પીટલ સારવાર હેઠળ-3 દાખલ છે અને હોસ્પીટલ માંથી કુલ દર્દી-23 દર્દીઓ ને રજા આપવા માં આવી છે.અને 1 દર્દી ને ઓ.પી.ડી. સારવાર આપવામાં આવી હતી.
આરોગ્ય કેન્દ્ર મેડીકલ ટીમ દ્વારા વિસ્તારોમાં સઘન સર્વેલન્સ કરવામાં આવ્યું છે તેમાં મેડીકલ ટીમ 20, ઘરની સંખ્યા-1231,વસ્તી-5194, ઓ.આર.એસ. પેકેટનું વિતરણ-108, ક્લોરીન ટેબલેટ વિતરણ-8210, ઝાડાનાં કેસ-3, રેસીડયુઅલ કલોરીન ટેસ્ટ કર્યાની સંખ્યા-36, તેમાંથી ટેસ્ટ પોઝીટીવ- 36, ટેસ્ટ નેગેટીવ-0 કરવામાં આવેલ છે. વોટરવર્કસ વિભાગ દ્વારા બેકટેરીયોલોજીકલ પરીક્ષણ-37 સેમ્પલ લેવામાં આવેલ છે, તેમાંથી પીવાલાયક-26, બીન પીવાલાયક-5 (બોર) છે .અને 5 સેમ્પલ ની ન તપાસણી કરવા ની બાકી છે. તા.30/7/2024 નાં રોજ વિસ્તારમાં કુલ લાઈન લીકેજ-15, રીપેર લીકેજ-14, બાકી લીકેજ-1 છે.
ભૂગર્ભ ગટર શાખા દ્વારા 21 ગટર લાઈનની સફાઈ કરવામાં આવેલ છે.ફૂડ શાખા દ્વારા લુઝ ડ્રીન્કીંગ વોટર ટેસ્ટ સેમ્પલ 80 તેમાં થી 54 રીપોર્ટ ફીટ આવેલ છે.અને 26 પેન્ડીંગ છે. શહેર મા પાણીપુરીની 33 લારીઓ શેરડી રસ ડીપો-13 , છૂટક બરફ ના એકમો-10 , ગોલા ની 9 દુકાનો બંધ કરાવવામાં આવ્યા છે. અખાદ્ય ખોરાક 636 કિલો. નો નાશ કરવામાં આવ્યો છે.સોલીડ વેસ્ટ શાખા દ્વારા 4225 કિલો જંતુનાશક દવાનાં પાઉડરનો છંટકાવ કરવામાં આવ્યો છે.
જામનગર શહેર માં ચાંદીપુરા વાયરસ નો 1 શંકાસ્પદ કેઈસ નોંધાયેલ હતો. શહેરમાં ચાંદીપુરા વાયરસ નાં કેઈસ ન નોંધાય તે માટે આગમચેતી નાં પગલાં લેવામાં આવ્યા છે. જેમા શહેરમાં આવેલા 3679 જેટલા કાચાપાકા ઘરોમાં મેલોથીયોન (5 ટકા ) દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. 44 જેટલા કાચાપાકા ઘરોની અંદર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. 313 જેટલી આંગણવાડી તથા 274 શાળાઓ ની આસપાસ જંતુનાશક દવાનો છાંટકાવ કરવામાં આવ્યો છે. તેમજ 5 આંગણવાડી તથા 4 સ્કુલ ની અંદર જંતુનાશક દવા નો છાંટકાવ કરવામાં આવેલ હતો.
શહેરમાં મચ્છરજન્યરોગો જેવા કે, મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકુનગુનિયાનાં કેસોને નિયંત્રણમાં રાખી શકાય તથા મચ્છરની ઉત્પતિની નિયંત્રિત કરી શકાય. તે માટે જરૂૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. તા.31/7/2024 નાં રોજ આરોગ્ય કેન્દ્રની સુપરવાયઝર-44, સર્વેલન્સ ટીમ-188 દ્વારા વસ્તી-53364, ઘર-11903 તથા 67189 પાણીનાં પાત્રોની ચકાસણી કરવામાં આવી છે. ઉપરોક્ત ઘરોમાંથી સામન્ય તાવ-87 કેસ જોવા મળેલ જેમની સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. ઉપરોક્ત ઘરોમાંથી 260 ઘરોમાં 297 પાણીનાં પાત્રોમાં મચ્છરનાં પોરા જોવા મળ્યા હતા . પાણીના પાત્રોમાંથી મચ્છરની ઉત્પતિ અટકાવી શકાય તે માટે 12852 પાત્રોમાં એબેટ નામની દવા નાખવા માં આવી હતી. તથા 374 પાત્રોમાંથી પાણી ખાલી કરાવાયુ હતું. શહેરમાં જોવા મળેલ પાણી ભરાયેલ 24 જેટલા સ્થળોમાં જંતુનાશકદવાનો છંટકાવ, કરવામાં આવ્યો છે.
ફૂડ શાખાના ચેકિંગમાં 44 પાણીપૂરી વાળા અને પાંચ બરફના એકમો બંધ કરાવાયા
જામનગરમાં કોલેરા ના રોગચાળાને ધ્યાનમાં લઈને મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા અન્ય શાખાઓના સહયોગથી ચેકિંગ કરવામાં આવ્યું હતું અને પાણીપુરીના ગોલા વેચતા એક ધંધાર્થી અને બરફનું વેચાણ કરતા પાંચ ધંધાર્થીનાં એકમ બંધ કરાવ્યા હતા. અને આખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમા નોંધાયેલ કોલેરા પોઝીટીવ કેસ અન્વયે ફૂડ, શોપ, એસ્ટેટ વિભાગ ની સયુંકત ટીમ દ્વારા ગોકુલનગર , એમ્યુઝમેન્ટ પાર્ક, રણજીતસાગર રોડ, તળાવની પાળનો ઢાળીયો, રણજીતનગર, હરિયા કોલેજ પાસે , યુવા પાર્ક , આવાસ રોડ, ગુલાબનગર, શ્રીજીહોલ, ન્યુસ્કુલ, રણજીતનગર, મેહુલનગર, એરફોર્સ ગેઈટ, પાણખાણ, હર્ષદમીલની ચાલી, પવનચક્કી, મયુરગ્રીન વગેરે વિસ્તાર મા ખાણીપીણી જેવી કે પાણીપુરી, ગોલા, શેરડીનો રસ, બરફ, ફાસ્ટફૂડ, બનાવતા ફૂડ બિઝનેશ ઓપરેટર ને ત્યાં રૂબરૂ ઇન્સપેક્શન દરમિયાન સ્થળ પર ક્લોરીન મંગાવી પાણી મા કલોરીનેશન કરાવી સતત કલોરીનેશન જાળવવા ,ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા ,સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા,તથા ચેકિંગ દરમિયાન 550 ક્લોરીન ની ગોળીનું વિતરણ કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં અને 1 ગોલા, 44 પાણીપુરીવાળા, 5 બરફનું વેચાણ બીજો આદેશ ન થાય ત્યાં સુધી બંધ કરાવવામાં આવ્યું છે. તથા 582 લીટર પાણીપુરી નું પાણી અને 38 કિલો પાણીપુરી નો માવો તેમજ 10 કિલો બરફ કિલો એક કિલો ચટણી ,2000 નંગ પાણીપુરી ની પૂરી નાશ કરવામાં આવ્યો હતો. જો આ પૈકી કોઈ વેચાણ બંધ કરાવેલ જો ફરી ચાલુ થશે તો દુકાનો સિલ કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે પ્યોર એક્વા લુઝ ડ્રીન્કીંગ વોટર (અંબાજી નો ચોક ) જી.જી હોસ્પિટલ ના રેસી. ડોક્ટર ને કોલેરા આવતા સદર પાણી નો ઉપયોગ કરતાં હોય બોર તેમજ આર ઓ પાણી ના નમુના લઇ ડીસ્ટ્રીક્ટ લેબ મા મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે.