For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

LRD ભરતી કૌભાંડમાં ચાર આરોપીની જામીન અરજી મંજૂર કરતી હાઇકોર્ટ

04:27 PM Dec 27, 2023 IST | Sejal barot
lrd ભરતી કૌભાંડમાં ચાર આરોપીની જામીન અરજી મંજૂર કરતી હાઇકોર્ટ

ગુજરાત સરકાર દ્વારા સને 2021 માં ગુજરાત પોલીસમાં બીનહથિયાર/હથિયાર (પુરષ/મહિલા) લોક રક્ષક વર્ગ-3 માં ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જે ભરતીમાં
ઘનશ્યામ શંભુભાઈ માણકોલીયા, વિપુલ દાહાભાઈ હાન્ડા, ભીખાભાઈ હીરાભાઈ રોજાસરા અને વિપુલભાઈ હીરાભાઈ રોજાસરા (રહે. મુ. ગોડલાધાર, તા.જસદણ) દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. ત્યારબાદ અન્ય આરોપી પ્રદિપ ભરતભાઈ મકવાણા (રહે. શીવરાજપુર, તા. જસદણ)એ પણ આ પરીક્ષા આપી હતી. પરંતુ પોતે શારીરીક ક્ષમતાની પરીક્ષામાં નાપાસ થયેલ ત્યારબાદ થોડા દિવસો બાદ રાજકોટ પોલીસ કમિશ્નરનો સહીવાળો લોક રક્ષક તરીકેનો પસંદગી પામી રાજકોટ નિમણુંક મળ્યા અંગેનો ચારેય આરોપીઓ તથા અન્ય આરોપીઓને લેટર મોકલ્યો હતો અને ત્યારબાદ એક મહિલાનો નસ્ત્રગાંધીનગર એલ.આર.ડી. ભવનમાંથી બોલું છુંસ્ત્રસ્ત્ર અને તા. 19/10/2023 ના રોજ તમારે રાજકોટ શહેર ખાતે પોલીસમાં હાજર થવાનું તેમ જણાવેલ જેથી પોલીસ હેડકવાર્ટર ખાતે ચારેય આરોપીઓ તથા અન્ય આરોપીઓ હાજર થવા આવેલ હતા. હાલના અરજદારો તેમજ અન્ય 17 જેવા આરોપીઓના પૈસા લઈને બાલાભાઈ ચાવડા તેમજ તેમના મળતીયાઓએ લોક રક્ષક તરીકેનો બનાવટી નિમણુંક હુકમ આપતા અને ગુનાહીત કાવત્રુ રચી તેમજ ખોટો હુકમ બનાવી કબજામાં રાખી અને બનાવટી હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી/કરાવડાવી ગેરકાયદેસર રીતે પોલીસ વિભાગમાં નિમણુંક અપાવેલ હોય, જેથી હાલના ચારેય આરોપીઓ તેમજ તપાસમાં ખુલેલ કુલ 26 આરોપીઓ વિરૂૂધ્ધ રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ-495, 467, 468, 471, 474, 120(બી) મુજબનો ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીઓ ઘનશ્યામ શંભુભાઈ માણકોલીયા, વિપુલ દાહાભાઈ હાન્ડા, ભીખાભાઈ હીરાભાઈ રોજાસરા અને વિપુલભાઈ હીરાભાઈ રોજાસરાએ તેમના એડવોકેટ મારફત હાઈકોર્ટમાં જામીન પર મુકત થવા રેગ્યુલર જામીન અરજી કરી હતી. જે અરજી ચાલી જતા હાઇકોર્ટે ચારેય આરોપીને રૂૂ.15 હજારના રેગ્યુલર જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો.આ કેસમાં ચારેય આરોપીઓ વતી હાઈકોર્ટમાં રાજકોટના યુવા એડવોકેટ ગૌરાંગ પી. ગોકાણી, વૈભવ બી. કુંડલીયા તથા હિરેન નિયાલચંદાણી રોકાયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement