For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હવસખોર મામાએ 9 વર્ષની ભાણેજ પર આચર્યું દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો ભાંડો

05:46 PM Jun 15, 2024 IST | Bhumika
હવસખોર મામાએ 9 વર્ષની ભાણેજ પર આચર્યું દુષ્કર્મ  આ રીતે ફૂટ્યો ભાંડો
Advertisement

સુરતમાંથી સબધોને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. સુરતના ભેસ્તાનમાં સગા મામાએ 9 વર્ષની ભાણેજ પર દુષ્કર્મ આચરતા અરેરાટી વ્યાપી ગઈ હતી. હવસખોર મામાએ ભાણેજને ડરાવી ધમકાવી દુષ્કર્મ આચર્યું હતું. બ્લીડિંગ સતત ચાલુ રહેતા બાળકીને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં બાળકી સાથે દુષ્કર્મ થયાનું બહાર આવ્યું હતું. પોલીસે નરાધમ મામાની શોધખોળ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર મૂળ બિહારના ભાગલપુરનો રહેવાશી શખ્સ તાજેતરમાં ભેસ્તાનમાં રહેતી તેની બેનના ઘેર રોકાવા આવ્યો હતો. શખ્સ રોજગારી માટે પોતાના ગામથી સુરત આવ્યો હતો. શનિવારે જ્યારે બેનની 9 વર્ષની ભાણી ઘેર એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઈને તેણે ભાણીને શિકાર બનાવી હતી અને તેની પર રેપ કર્યો હતો.

Advertisement

આ ઘટના બાદ ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટના બાદ પીડિતાના પિતાએ ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી હાલમાં ફરાર છે.પોલીસ કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement