For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખુશીનો પ્રસંગ માતમમાં છવાયો: રાપર પાસે ત્રણ બાઇક ધડાકાભેર અથડાતાં 5 દિવસ બાદ ઘોડે ચઢનાર 'વરરાજા'નું ઘટનાસ્થળે જ મોત

06:27 PM Apr 22, 2024 IST | Bhumika
ખુશીનો પ્રસંગ માતમમાં છવાયો  રાપર પાસે ત્રણ બાઇક ધડાકાભેર અથડાતાં 5 દિવસ બાદ ઘોડે ચઢનાર  વરરાજા નું ઘટનાસ્થળે જ મોત

Advertisement

વાગડ વિસ્તારના રાપર તાલુકામાં ખુશીનો પ્રસંગ માતમ છવાયો હોવાની ઘટના સામે આવી છે. કન્યાના ઘરે એક તરફ ગણેશ સ્થાપના સાથે મંગળ લગ્ન ગીત ગવાઈ રહ્યા હતાં આ દરમિયાન એ ખુદ વરરાજાની માર્ગ અકસ્માતમાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. વલ્લભીપર ગામ જવાના રસ્તે ત્રણ બાઇક સામસામે અથડાયા હતા, જેમાં સોમાણી વાંઢના વતની રાજુભાઇ બચુભાઇ સોમાણી નામના યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જેના પાંચ દિવસ બાદ લગ્ન થવાના હતા.

આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે રાપર તાલુકાના વલ્લભાપર ગામથી અડધો કિલોમીટર દૂર રોડ પર બે બાઇક સામસામે અથડાયા હતા, તે જ સમયે અન્ય એક બાઇક પણ સાથે અથડાઈ હતી. બાઇક અકસ્માત બાદ થયેલા મોટા અવાજ બાદ ઇજાગ્રસ્ત બાઇક સવારોની ચીસોથી રસ્તો ગુંજી ઉઠ્યો હતો. આ ઘટનામાં પાંચ વર્ષના બાળક સહિત અંદાજિત પાંચ લોકો ઘાયલ થયા છે. સોમાણી વાંડનો રાજુ સોમાણી, 19, જ્યારે રાપર તેના પિતરાઈ ભાઈને લગ્નનું પ્રમાણપત્ર આપવા જઈ રહ્યો હતો ત્યારે ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે રહેલ તેના 32 વર્ષીય પિતરાઈ ભાઈ રામજી બાબુ સોમાણીને માથામાં ગંભીર ઈજા થતા સારવાર માટે પાટણ લઈ જવાયા છે.

Advertisement

મૃતક રાજુભાઇ સોમાણીના પિતરાઇ ભાઇએ જણાવ્યું હતું કે મારો ભાઇ રાજુ કંકોત્રી આપવા રાપર બાજુ જઇ રહ્યો હતો ત્યારે વચ્ચે તેમનો અકસ્માત થયો હતો, જેના આવનારી 28 એપ્રિલના રોજ જ લગ્ન હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement