For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હેપી બર્થ ડે, સલમાન ખાનની ઝલક મેળવવા મધરાત્રે ચાહકો ઉમટ્યા

05:02 PM Dec 27, 2023 IST | Sejal barot
હેપી બર્થ ડે  સલમાન ખાનની ઝલક મેળવવા મધરાત્રે ચાહકો ઉમટ્યા

બોલિવૂડના ભાઇજાન એટલે કે સલમાન ખાનને ઇન્ડસ્ટ્રીમાં ત્રણ દશકથી પણ વધારે સમય થઇ ગયો છે.
બોલિવૂડમાં સલમાન ખાને એકથી એક ચઢિયાતી ફિલ્મો આપી છે, આજે પણ એક્ટર એક બ્રાન્ડ બની ચુક્યા છે. સલમાન ખાને આજે 58 વર્ષનો થયો છે. ગઇ કાલ રાત્રે એક્ટરે પોતાની ફેમિલી સાથે જોરદાર બર્થ ડે સેલિબ્રેટ કર્યો છે.
આ દરમિયાન સલમાન ખાને ભત્રીજી આયત ખાનની સાથે કેક કટ કરી છે. પોતાના પ્રિય સ્ટરની ઝલક મેળવવા મધરાત્રે તેમના ઘર બહાર ચાહકોની ભીડ ઉમટી હતી.
સલમાન અને આયતના બર્થ ડે સેલિબ્રેશનમાં લુલિયા વંતુર, અરબાઝ ખાન, અરહાન ખાન, હેલન, અલવીરા, આયુષ શર્મા, અર્પિતા ખાન જેવી ફેમિલી મેમ્બર્સ સાથે નજીકના મિત્રો જોડાયા હતાં.
સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં ભાઇજાનની ફિલ્મ ટાઇગર 3 રિલીઝ થઇ હતી. જ્યારે એમની અપકમિંગ ફિલ્મોમાં ધ બુલ, પ્રેમ કી શાદી, ટાઇગર વર્સેસ પઠાન અને દબંગ 4 જેવી મોટી ફિલ્મોના નામ શામેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement