For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અડધું પુખ્ત ભારત બેઠાડું જીવન જીવે છે: લાન્સેટ રિપોર્ટ

06:37 PM Jun 26, 2024 IST | admin
અડધું પુખ્ત ભારત બેઠાડું જીવન જીવે છે  લાન્સેટ રિપોર્ટ

વિશ્વના 195 દેશોના સરવેમાં ભારત 12મા ક્રમે, 2030 સુધીમાં 60 ટકા વસતીને બેઠાડાં જીવનને લીધે રોગ થવાનું જોખમ

Advertisement

42 % પુરુષો અને 57 % સ્ત્રીઓ અઠવાડિયે 150 મિનિટ સુધીની સામાન્ય કસરત પણ કરતા નથી

લેન્સેટ ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત થયેલા નવા ડેટા અનુસાર, અડધી પુખ્ત ભારતીય વસ્તી પૂરતી શારીરિક પ્રવૃત્તિ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા (ઠઇંઘ)ની માર્ગદર્શિકાને પૂર્ણ કરતી નથી. ભારતની પુખ્ત વસ્તીમાંથી 42 ટકા પુરૂૂષો અને 57 ટકા સ્ત્રીઓ શારીરિક રીતે નિષ્ક્રિય છે.
આ ઉપરાંત સૌથી ચિંતાજનક બાબત એ છે કે, ભારતીય પુખ્ત વયના લોકોમાં બેઠાડાપણું 2000માં 22.3 ટકાથી વધીને 2022માં 49.4 ટકા થઇ ગયું છે. આનો અર્થ એ છે કે આપણી વસ્તીના 60 ટકા લોકોને 2030 સુધીમાં પૂરતી શારીરિક પ્રવૃત્તિ ન કરવાથી રોગ થવાનું જોખમ રહેશે.
આ રિપોર્ટમાં ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં મહિલાઓમાં બેઠાડું જીવન ચિંતાનો વિષય છે કારણ કે આ દેશોમાં પુરુષો કરતાં મહિલાઓમાં બેઠાળુપણું 14-20 ટકા જેટલું વધુ છે. પડોશી દેશ બાંગ્લાદેશ, ભૂટાન અને નેપાળ 2010 થી 2030ની વચ્ચે અપૂરતી શારીરિક પ્રવૃત્તિમાં સ્ત્રીઓની ટકાવારી 15 ટકા સુધી ઘટાડવાના વૈશ્વિક લક્ષ્યને હાંસલ કરવા માટે વધુ સક્રિય છે.
આ રિપોર્ટમાં 195 દેશોમાં બેઠાડાપણામાં ભારત 12મા ક્રમે છે. વિશ્વભરમાં, લગભગ એક તૃતીયાંશ (31 ટકા) પુખ્ત વયના લોકો શારીરિક કસરતના ભલામણ કરેલ સ્તર જેટલી કસરત કરતા નથી. ઉચ્ચ આવક ધરાવતા એશિયા-પેસિફિક પ્રદેશોમાં 48 ટકા અને દક્ષિણ એશિયાના દેશોમાં 45 ટકા જેટલો શારીરિક નિષ્ક્રિયતાનો સૌથી વધુ દર જોવા મળ્યો હતો.
આ અંગે ડબલ્યુ એચ ઓ ના ડો. ક્રેચ મુજબ વૈશ્વિક રીતે શારીરિક નિષ્ક્રિયતા વધવાના કારણમાં કામની રીતમાં ફેરફાર (વધુ બેઠાડુ કામ તરફ આગળ વધવું), પર્યાવરણમાં ફેરફાર, પરિવહન માટે વધુ સવલતો અને નવરાશના સમયની પ્રવૃત્તિઓમાં ફેરફાર (જે વધુ સ્ક્રીન આધારિત/બેઠાડુ પ્રવૃત્તિઓ) છે.

Advertisement

બેઠાડા જીવનથી હૃદયરોગના હુમલા, સ્ટ્રોક, ટાઈપ 2 ડાયાબિટીસ જેવા રોગોનું જોખમ
ડબ્લ્યુએચઓ તમામ પુખ્ત વયના લોકો માટે દર અઠવાડિયે ઓછામાં ઓછી 150 થી 300 મિનિટની મધ્યમ એરોબિક કસરત ની ભલામણ કરે છે. અપૂરતી શારીરિક પ્રવૃત્તિમાં અઠવાડિયામાં 150 મિનિટની મધ્યમ-તીવ્રતાની કસરત, 75 મિનિટની જોરદાર-તીવ્રતાની કસરતનો સમાવેશ થાય છે. ડબ્લ્યુએચઓ અનુસાર, શારીરિક રીતે નિષ્ક્રિય પુખ્ત વયના લોકોને હૃદયરોગના હુમલા અને સ્ટ્રોક, ટાઈપ 2 ડાયાબિટીસ, સ્તન અને આંતરડાના કેન્સર જેવા કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ વધારે રહે છે.

સ્ત્રીઓમાં ઘરકામને લીધે સારી કસરત થાય છે એ માન્યતા ખોટી: ડો. કે. શ્રીનાથ રેડ્ડી
આ અંગે દેશના જાહેર આરોગ્ય નિષ્ણાત અને ટોચના કાર્ડિયોલોજિસ્ટ ડો. કે. શ્રીનાથ રેડ્ડીએ જણાવ્યું હતું કે ભારતમાં કેટલાક અભ્યાસોએ વસ્તીના સ્તરે શારીરિક પ્રવૃત્તિનું નીચું સ્તર દર્શાવ્યું છે. ખાસ કરીને સ્ત્રીઓમાં ખોટી માન્યતા છે કે ઘરના કામો શારીરિક કસરતનું એક સારું સ્વરૂૂપ છે. બેઠાડું જીવન મધ્યમ વયની શહેરી મહિલાઓમાં સૌથી વધુ જોવા મળે છે. આ ઉપરાંત તમામ વય અને લિંગ જૂથોમાં પણ અમુક અંશે બેઠાડુ જીવન જોવા મળે છે. ફીટ ઈન્ડિયા અને લેટ્સ મૂવ ઈન્ડિયા જેવી તાજેતરના વર્ષોમાં પ્રવૃત્તિઓ ચાલુ કરાઈ છે તેનો લોકોએ લાભ લેવો જોઈએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement