For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલીમાં ભાજપનો ભડકો ઠારવા હકુભાને દોડાવાયા

01:25 PM Apr 01, 2024 IST | Bhumika
અમરેલીમાં ભાજપનો ભડકો ઠારવા હકુભાને દોડાવાયા
  • સાંસદ-ધારાસભ્યના ટેકેદારો વચ્ચે સમાધાનનો માચડો છતાં ઉમેદવાર બદલવાની માંગ યથાવત્

અમરેલીના લોકસભાના ઉમેદવારને લઈને શનિવારે અમરેલી માં ભાજપના બે જૂથો વચ્ચે શનિવારે રાત્ ના એવો તે ઝઘડો થયો વાત હોસ્પિટલ સુધી પહોંચે કાછડીયા જૂથ ના આગેવાનો ને માર મારવામાં આવ્યો અને મારનાર પણ ભાજપ ના કાર્યકરો જ હતા ઉમેદવારને લઈને શરૂૂ થયેલ અસંતોષ રમવા માટે અમરેલી ભાજપ ઇન્ચાર્જ હકુભા જાડેજા સવારે જ અમરેલી દોડી આવ્યા અને મામલો શાંત પાડ્યો હતો. પરંતુ ઉમેદવાર બદલવાની લઈને હજુ પણ અંદરો અંદર રોષ ભભૂકી રહ્યો છે.

Advertisement

પૂર્વ મંત્રી હકુભા જાડેજાએ સાંસદ અને ધારાસભ્યના જુથોને સાથે બેસાડી સમાધાન કરાવ્યું હતું. જો કે, ઉમેદવાર બદલવાની માંગણઈ હજુ પણ યથાવત રહી છે.અમરેલીના બે મોટા નેતાઓના સમર્થિત કાર્યકરો બાખડ્યા હોવાના સમાચાર આવ્યા છે. સાંસદ નારણ કાછડીયા અને ધારાસભ્ય કૌશિક વેકરિયાના સમર્થકોમાં પૈસાની લેતી દેતીમાં બબાલ થઇ હોવાનું કાર્યકરો કહી રહ્યા છે. આ સમગ્ર ઘટનામાં બંન્ને પક્ષે સામસામે હુમલો થયાના આક્ષેપ કરાયા હતા. સંદિપ માંગરોળિયા અને હિરેન વિરરિયાએ સામસામે હુમલો કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે. બંને કાર્યકરો હોસ્પિટલમાં દાખલ થતા પોલીસે કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો.

અમરેલી ભાજપના જ કાર્યકર્તાઓ આમને સામને આવ્યા છે. સાંસદ નારણ કાછડીયા અને ધારાસભ્ય કૌશિક વેકરિયાના સમર્થકોમાં બબાલ થઇ છે. જે પૈસાની લેતી દેતીમાં થઇ હોવાનું કહેવાય છે. સમગ્ર ઘટનામાં બંન્ને પક્ષે સામ સામે હુમલો થયાના આક્ષેપ કર્યા છે. હિરેન વીરડિયા અને તેના મિત્ર પર અમરેલી પાલિકાના સભ્ય સંદીપ માંગરોળીયાએ હુમલો કર્યાનો આક્ષેપ કર્યા છે. જ્યારે સામે સંદીપ માંગરોળીયાએ પોતાના પર હિરેન વીરડિયા,સાંસદ અને તેમના સમર્થકોએ હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે. ભાજપનાં બન્ને જૂથ વચ્ચે સમાધાનના પ્રયાસો ચાલુ છે.

Advertisement

મોડી રાતે બબાલ થતા ભાજપના કાર્યકર્તાઓના ટોળેટોળાં પણ હોસ્પિટલમાં ઉમટ્યા હતા, ભાજપનાં બન્ને જૂથ વચ્ચે સમાધાનના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમરેલીના મામલાને શાંત કરવા માટે સાંસદ નારણ કાછડિયા પણ પહોંચ્યા હતા. જોકે સાંસદ કાછડિયા અને કાર્યકરો વચ્ચે પણ ઝપાઝપીની માહિતી સામે આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement