For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાજાપરા ગામે કૌટુંબિક ઝઘડામાં સમાધાનનો વીડિયો વાઇરલ થતાં બઘડાટી: 5 ઘવાયા

04:11 PM Jun 18, 2024 IST | Bhumika
હાજાપરા ગામે કૌટુંબિક ઝઘડામાં સમાધાનનો વીડિયો વાઇરલ થતાં બઘડાટી  5 ઘવાયા
Advertisement

રાજકોટ તાલુકાના હાજાપરા ગામે કૌટુંબીક ઝઘડામાં સમાધાનનો વિડીયો વાઇરલ થતા ધારીયા, પાઇપ જેવા હથિયારો વડે બઘડાટી બોલી ગઇ હતી. જેમાં માતા-પુત્ર સહિત પાંચ લોકોને ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે પોલીસે બંન્ને પક્ષની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટ તાલુકાના હાજાપરા ગામે રહેતા હાકુબેન બટુકભાઇ સોંલકી (ઉ.વ.50) અને તેનો પુત્ર અશ્ર્વિન (ઉ.વ.30) આજે સવારે આઠ વાગ્યના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે અશ્ર્વિનના કૌટુંબીક દાદા શીવાભાઇ મનજીભાઇ સોંલકી, વસંતભાઇ શીવાભાઇ, પ્રવિણભાઇ શીવાભાઇ અને તેની સાથેના શખ્સોએ લોંખડના પાઇપ વડે હુમલો કરી માર મારતા માતા-પુત્રને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે સામા પક્ષે શિવાભાઇ મનજીભાઇ સોલંકી (ઉ.વ.65) અને તેના બે પુત્રો વસંતભાઇ (ઉ.વ.35) અને પ્રવિણભાઇ (ઉ.વ.32) આજે સવારે ઘરે હતા ત્યારે બટુકભાઇ તેના પુત્ર અશ્ર્વિનભાઇ, રવિભાઇ અને તેની સાથેના શખ્સોએ ધારીયા વડે હુમલો કરી માર મારતા ઇજાગ્રસ્ત પિતા-પુત્રોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Advertisement

પ્રાથમિક તપાસમાં શીવાભાઇની ભત્રીજી લભુબેન જે પંચાસરા ગામે રહેતી હોય. શીવાભાઇ અને લભુબેન વચ્ચે માથાકુટ ચાલતી હોય તેનું સમાધાન કરવા માટે ગઇકાલે રાત્રે ભેગા થયા હતા. દરમિયાન સમાધાન નહીં કરવા અંગેનો વિડીયો વાઇરલ થયો હોય જે બાબતનો ખાર રાખી આજે સવારે બંન્ને પક્ષો વચ્ચે મારા મારી સર્જાઇ હતી. આ અંગે પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદ નોંધવા હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement