For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સસ્તન પ્રાણીઓથી પણ ફેલાઈ શકે છે H5N1 એવિયન ફ્લૂ

11:17 AM Apr 19, 2024 IST | Bhumika
સસ્તન પ્રાણીઓથી પણ ફેલાઈ શકે છે h5n1 એવિયન ફ્લૂ
  • ગાય-બકરાં અને દરિયાઈ પ્રાણીઓમાં પણ અસરથી નવા ખતરાની WHOની ચેતવણી

2020માં શરૂૂ થયેલા બર્ડ ફ્લૂના પ્રકોપને કારણે લાખો મરઘાંના મૃત્યુ થયા છે, જેમાં જંગલી પક્ષીઓ, ભૂમિ પરના સસ્તન પ્રાણીઓ અને દરિયાઈ સસ્તન પ્રાણીઓને પણ અસર થઈ છે.અસરગ્રસ્ત પ્રજાતિઓની યાદીમાં હાલમાં ગાય અને બકરાને પણ સામેલ કરવામાં આવ્યા છે, જે ખરેખર ચિંતા ઉપજાવે તેવું છે. કારણ કે અગાઉ તેઓ ઈન્ફલ્યુએન્ઝાના આ પ્રકાર માટે સંવેદનશીલ નહિ હોવાનું માનવામાં આવતું હતું. (H5N1) સ્ટ્રેન હવે વિકસીત થયો છે. જેને જેરેમી એક વૈશ્વિક ઝૂનોટિક પ્રાણી રોગચાળા તરીકે વર્ણવે છે.

Advertisement

તેમણે કહ્યું, મોટી ચિંતા એ છે કે, બતક અને મરઘાં અને પછી સસ્તન પ્રાણીઓને સંક્રમિત કરી હવે આ વાયરસએ માનવોને ચેપ લગાડવાની ક્ષમતા વિકસાવી છે. અને પછી માનવથી માનવમાં ગંભીર રીતે સંક્રમિત કરવાની ક્ષમતા વિકસાવે છે.

આજ સુધી ઈન્ફલ્યુએન્ઝા (H5N1) વાયરસના માનવ-થી-માનવમાં સંક્રમણના કોઈ પુરાવા નથી. જો કે, એવા કિસ્સા ચોક્કસ જોવા મળ્યા છે જ્યાં ચેપગ્રસ્ત પ્રાણીઓના સંપર્કમાં આવવાથી માણસો વાયરસથી સંક્રમિત થયા છે, મૃત્યુ દર ચિંતાજનક રીતે ઊંચો છે, એમ વૈજ્ઞાનિકે જણાવ્યું હતું.WHO મુજબ, 2023 ની શરૂૂઆતથી આ વર્ષની 1 એપ્રિલ સુધીમાં, 23 દેશોમાં 889 માનવ કેસ નોંધાયા છે, જેના પરિણામે 463 લોકો મૃત્યુ પામ્યા છે, જે 52 ટકાના મૃત્યુ દરની સમકક્ષ છે.

Advertisement

ચિંતાજનક ઘટનાને લઇ યુએસ અધિકારીઓએ આ મહિનાની શરૂૂઆતમાં અહેવાલ આપ્યો હતો કે ટેક્સાસમાં એક માણસ ડેરીમાં પશુઓના સંપર્કમાં આવ્યા પછી બર્ડ ફ્લૂથી સ્વસ્થ થઈ રહ્યો છે. ટેક્સાસ, કેન્સાસ અને અન્ય રાજ્યોમાં જંગલી પક્ષીઓ સાથે સંપર્ક ધરાવતા મનુષ્યોમાં આ વાયરસના ફેલાવાને પગલે આ ઘટના બની હતી.
ૂવજ્ઞએ કહ્યું કે આ કેસ દ્વારા જાણવા મળે છે કે, ચેપગ્રસ્ત સસ્તન પ્રાણીના સંપર્ક દ્વારા ઈન્ફલ્યુએન્ઝા (H5N1) વાયરસ માનવમાં ચેપનું આ સૌથી પહેલું ઉદાહરણ છે. વૈજ્ઞાનિકે વધુમાં જણાવ્યું હતુંકે, જ્યારે સસ્ત પ્રાણીઓની વસ્તીમાં વાયરસનો ફેલાવો થાય છે, ત્યારે મનુષ્યોમાં તેના ફેલાવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. આ વાયરસ ફક્ત નવા, નવા યજમાનો શોધી કરે છે. આ એક ચિંતાનો વિષય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement