For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે ગૃહકલેશથી પરિવારનો માળો પીંખાયો: યુવકનો આપઘાત

12:48 PM May 15, 2024 IST | Bhumika
ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે ગૃહકલેશથી પરિવારનો માળો પીંખાયો  યુવકનો આપઘાત
Advertisement

રાજકોટ સહિત રાજ્યભરમાં ગૃહકલેશથી અનેક પરિવારોના માળા પીંખાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં ગોંડલના ગુંદાળા ગામે યુવાને ગૃહકલેશથી કંટાળી એસિડ પી આપઘાત કરી લીધો હતો. યુવકના આપઘાતથી માસુમ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે રહેતા પ્રકાશ જાદવભાઈ ડાભી નામનો 34 વર્ષના યુવાને એસિડ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વ જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

Advertisement

આ ઘટના અંગે જાણ થતાં રાજકોટ માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને માલવીયાનગર પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખાડી ખસેડ્યો હતો. અને આ અંગે ગોંડલ પોલીસને જાણ કરી હતી.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક પ્રકાશભાઈ ડાભી ત્રણ ભાઈ એક બહેનમાં વચ્ચેટ હતો. અને તેને સંતાનમાં એક પુત્ર છે.પ્રકાશભાઈ ડાભીને પત્ની સુમિતાબેન સાથે નજીવા પ્રશ્ને ઝઘડો થયો હતો. જેથી પ્રકાશભાઈ ડાભીએ ગૃહકલેશથી કંટાળી એસિડ પી આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement