For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢ પંથકની કુખ્યાત ‘રવની’ ગેંગ સામે ગુજસીટોકનો ગુનો

12:18 PM Jun 24, 2024 IST | admin
જૂનાગઢ પંથકની કુખ્યાત ‘રવની’ ગેંગ સામે ગુજસીટોકનો ગુનો

લૂંંટ, ધાડ, હત્યા, ખંડણી સહિતના અસંખ્ય ગુનામાં સંડોવાયેલા સૂત્રધાર રહિમ ઉર્ફે ખુરી સહિત 10 શખ્સો સામે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ હેઠળ ગુનો: સાત આરોપી તાજેતરમાં પિતા-પુત્રની હત્યામાં પણ પકડાયા’તા

Advertisement

જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સચવાય તે માટે જુનાગઢ પોલીસ દ્વારા રવની ગેંગના 10 શખ્સો વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જૂનાગઢમાં ગત તારીખ 11 મે ના રોજ વંથલીના રવની ગામે ડબલ મર્ડર ની ઘટના બની હતી.જેની તપાસ જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. જે ગુન્હામાં સંડોવાયા 7 આરોપીઓને હત્યાના ગુનામાં વપરાયેલા હથિયાર અને ગેરકાયદેસર હથિયાર મળી કુલ પાંચ હથિયાર સાથે 7 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.ત્યારબાદ આ આરોપીઓની ગુનાહિત ઇતિહાસની ચકાસણી કરતા જાણવા મળ્યું હતું કે ભૂતકાળમાં પણ આ અલગ અલગ પ્રકારની ગેંગ બનાવી આસપાસના વિસ્તારમાં ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓ આચરનારા આ ગેંગના સભ્યોએ ઓર્ગેનાઈઝ પ્રકારનું ગુનાહિત પ્રવૃત્તિ કરાવતા હતા.જેમાં ધાક, મારામારી અને ફાયરિંગ સાથે ગુનાઓ કરતા હોવાની સમગ્ર માહિતી એકઠી કરી હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ગેંગની ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરતી હોવાની પ્રપોઝલ તૈયાર કરી મંજૂરી માટે મોકલવામાં આવી હતી.જેમાં ગઈકાલ રાત્રે પોલીસ સ્ટેશનમાં કુલ 10 આરોપી વિરુદ્ધ અગાઉના કુલ 7 આરોપીઓ જે ડબલ મર્ડરમાં સંકળાયેલા હતા જે આ ગેંગના સભ્યો હતા. એ પૈકી આ ગુનામાં કુલ 4 આરોપીઓ છે અને એ સિવાયના ભૂતકાળમાં જે આ ગેંગ સાથે સંડોવાયેલા બે આરોપી ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓ અગાઉ પણ છ જેટલા શખ્સો જેલમાં સજા ભોગવી રહ્યા છે ત્યારે અન્ય જે ચાર શખ્સો ને પકડી તેની સામે કાર્યવાહી હાથ ધરાય છે.
પોલીસ તપાસમાં આ તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું બહાર આવ્યું છે. તેમ જ ઘરફોડ ચોરી,લૂંટ પ્રોહિબિશન ,રાયોટીંગ ,ખંડણી ,અપહરણ ગેરકાયદેસર અટકાયત મારામારી ઈજા ધાકધમકી સહિતના હથિયાર ધારા તેમજ જુગાર સંબંધી સહિતના અસંખ્ય ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. આરોપીઓ એકબીજા સાથે આ ગુનામાં ભૂતકાળમાં પણ પકડાયેલા હતા અને એક ગેંગ સ્વરૂૂપે કામ કરતા હતા. રહીમ ઉર્ફે ખુરી ઈસ્માઈલભાઈ ઉર્ફે ઈશાભાઈ સાંધ પર ભૂતકાળમાં 9,ઇમરાન ઉર્ફે ભીખો હબીબભાઈ સાંઘ પર 4,હનીફ ઉર્ફે હનો ઇસ્માઈલ સાધ ભૂતકાળમાં 3,હુસેન અલ્લારખા સાંધ પર 4,અમીન ઈસ્માઈલભાઈ સાધ પર 8 , બોદુ અબુભાઈ પલેજા પર ભૂતકાળમાં 9, રહીમ ઉર્ફે અંતુડી પર સૌથી 24, અનિશ ઉર્ફે અનલો ઈસ્માઈલ સાં પર 5,ભાવિન ઉર્ફે કાનો મનસુખ પાડલીયા પર કુલ 16 ગુન્હાઓ નોંધાયેલા છે.
આ આરોપીઓ વિરૂૂદ્ધ પોલીસ ને ખાનગી રીતે પણ અસંખ્ય ફરિયાદો મળી હતી. જેની વિરુદ્ધમાં ફરિયાદ કરવા લોકો જાહેરમાં આવતા ન હતા. આ ગેંગના અસ્તિત્વને નાશ કરવાના ભાગરૂૂપે આ 10 આરોપીઓ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.
જુનાગઢ એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે ગત 11 મેના દિવસે રવની ગામે પિતા પુત્રની ડબલ મર્ડરની ઘટના બની હતી. આ મામલે જુનાગઢ એલસીબીને તપાસવામાં આવી હતી જે મામલે એલસીબી દ્વારા સાત આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. તેમજ ડબલ મર્ડર સમયે વપરાયેલા હથિયાર અને તેમની પાસે રહેલ ગેરકાયદેસર ફૂલ 5 હથિયારને કબ્જે કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓના ઇતિહાસની ચકાસણી કરવામાં આવી હતી.ત્યારે ભૂતકાળમાં પણ પકડાયેલ આરોપીઓ દ્વારા અલગ અલગ પ્રકારની ગેંગ બનાવી આસપાસના વિસ્તારમાં ગંભીર પ્રકારના ગુનાઓને અંજામ આપવામાં આવતો હતો. આ રવનિ ગેંગના આરોપીઓની તમામ માહિતી એકઠી કરી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજસી ટોક માટેની પ્રપોઝલ તૈયાર કરી રેન્જ આઈજીની મંજૂરી થી ગઈકાલ રાતે 10 આરોપીઓ વિરુદ્ધ વંથલી પોલીસ સ્ટેશનમાં ગુજસી ટોક નો ગૂન્હો દાખલ કરવામાં આવ્યો હતો.
ડબલ મર્ડર ના ગુનામાં પકડાયેલ સાત આરોપીઓ પૈકી ગુજસી ટોકમાં ચાર આરોપીઓ છે. ભૂતકાળમાં ગેંગ સાથે સંડોવાય ગુના આચરતા 2 આરોપીઓ, તેમજ આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય ચાર આરોપીઓ મળી કુલ 10 શખ્સો વિરુદ્ધ વંથલી પોલીસ સ્ટેશનમાં ગુજસી ટોક હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement