For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોદી સરકારમાં ગુજરાતનો દબદબો; 6 પ્રધાનોને 12 ખાતા

12:26 PM Jun 11, 2024 IST | Bhumika
મોદી સરકારમાં ગુજરાતનો દબદબો  6 પ્રધાનોને 12 ખાતા
Advertisement

અમિત શાહને નંબર-2 જેવું ગૃહ વિભાગ, પાટીલને જળ મંત્રાલય, માંડવિયાના ખાતા બદલાયા, જય શંકર યથાવત્

ગુજરાતના રાજયસભા અને લોકસભાના છ સાંસદોને મોદી સરકાર 3.0માં મંત્રી મંડળમાં સ્થાન મળ્યા છે. ગઇકાલે સાંજે ખાતાઓની વહેંચણી કરવામાં આવતા ગાંધીનગરના સાંસદ અમિત શાહને નંબર-2ના સ્થાન સાથે ગૃહ અને સહકારીતા મંત્રાલય અપાયા છે.

Advertisement

ગુજરાતના પાંચ સાંસદો અમિત શાહ, જે.પી.નડ્ડા, જય શંકર, સી.આર.પાટીલ અને ડો. મનસુખ માંડવિયાનો કેબિનેટમાં સમાવેશ કરાયો છે. જયારે નિમુબેન બાંભણીયાને રાજયકક્ષાનું મંત્રીપદ અપાયું છે. ગુજરાતના છ સાંસદોને પ્રધાન બનાવી કુલ 12 ખાતા ફાળવાયા છે.

અમિત શાહ, કેબિનેટ મંત્રી ગૃહ અને સહકારીતા મંત્રી
અમિત શાહ ફરી એકવાર કેન્દ્રમાં ગૃહ અને સહકારીતા મંત્રી તરીકે જવાબદારી નીભાવશે. તેઓ 2019માં દેશના ગૃહમંત્રી રહી ચુક્યા છે. ગાંધીનગર લોકસભાથી બીજી વાર મેદાને ઉતર્યા હતા અને રેકોર્ડ બ્રેક જીત મેળવી છે. 2019માં અમિત શાહ 5 લાખથી વધુ મતની સરસાઈથી જીત્યા હતા ત્યાર આવખતે તેના કરતો મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે 2019માં ગૃહમંત્રી તરીકેના કાર્યકાળમાં અનેક મહત્વના નિર્ણય લીધા હતા. કલમ 370 દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય તેમના કાર્યકાળમાં લેવાયો હતો. અગાઉ રાજ્યસભા સાંસદ તરીકે રહ્યા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદે રહ્યા છે.

મનસુખ માંડવિયા- કેબિનેટ મંત્રી શ્રમ અને રોજગાર મંત્રાલય
મનસુખ માંડવિયા ખેલ અને શ્રમ મંત્રાલયના કેબિનેટ મંત્રી બન્યા છે. માંડવિયા ફરી એકવાર કેન્દ્રીય મંત્રી બન્યા છે. જેઓ 2019માં આરોગ્ય અને પરિવાર કલ્યાણના મંત્રી રહી ચુક્યા છે અને કેમિકલ અને ફર્ટિલાઈઝર વિભાગનો પણ હવાલો સંભાળ્યો હતો તેમજ 2002માં પાલિતાણા બેઠકથી પહેલીવાર વિધાનસભામાં ચૂંટાયા હતાં. 2002માં રાજ્ય સરકારમાં સૌથી યુવા ધારાસભ્ય હતા. તો 2012માં પહેલીવાર રાજ્યસભામાં ચૂંટાયા અને 2016માં કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા હતા. 2018માં ફરી રાજ્યસભામાં ચૂંટાયા અને અત્યારે પહેલીવાર લોકસભા લડીને જીત્યા છે.

સી.આર.પાટીલ-કેબિનેટ મંત્રી જળશક્તિ મંત્રાલય
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટિલ જળ શક્તિ કેબિનેટ મંત્રી બન્યા છે. નવસારી બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો 1989માં ભાજપમાં જોડાયા હતા. 1995થી 1997 ૠઈંઉઈના ચેરમેન રહ્યાં હતાં. તો 1998માં ૠઅઈક વડોદરાના ચેરમેન બન્યા હતાં. 2008માં સુરતમાં ભાજપમાં ખજાનચી બન્યા અને 2009માં લોકસભા સાંસદ બન્યા હતાં. 2010માં તેઓ ડિસ્ટ્રીક્ટ વિલેજ ડેવલેપમેન્ટ એજન્સી ચેરમેન રહ્યાં હતાં. તો 2014માં બીજી વખત સાંસદ બન્યા અને 2019માં ત્રીજી વખતે અને 2024માં આ વખતે તેઓ ચોથીવાર ચૂંટણી લોકસભાની જીત્યાં છે. સાથો સાથ તેઓ 2020થી તેઓ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની જવાબાદી નિભાવી રહ્યાં છે. હવે મોદી 3.0 સરકારમાં કેન્દ્રીય મંત્રી બન્યા છે

જે.પી.નડ્ડા, કેબિનેટ મંત્રી - સ્વાસ્થય મંત્રી
ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી બન્યા છે. જે.પી.નડ્ડા વર્તમાનમાં ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે. સાથો સાથ તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યરત પણ છે. 1991થી 1994 દરમિયાન ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ રહ્યાં તો 2014માં ભાજપના મહાસચિવ તરીકે જવાબદારી સંભાળી હતી. 2020માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપાઈ અને પ્રેમકુમાર ધુમલની સરકારમાં મંત્રી રહ્યાં હતાં. 2010માં ધુમલ સાથે મતભેદ થતાં રાજીનામું આપ્યું હતું. 2019માં ભાજપના ઉત્તરપ્રદેશના પ્રભારી તરીકેની જવાબદારી સંભાળી હતી. હવે તેઓ કેન્દ્રીય મંત્રી બન્યા છે

એસ.જયશંકર, વિદેશ મંત્રી
એસ.જયશંકર ફરી એકવાર તેઓ વિદેશ મંત્રી બન્યા છે. મોદી 3.0 સરકારમાં પણ વિદેશ મંત્રાલયની જવાબદારી નીભાવશે. એસ.જયશંકર તેઓ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે. 2019માં મોદી સરકારમાં વિદેશમંત્રી રહ્યાં તેમજ વિદેશનીતિને મજબૂત રીતે દુનિયા સમક્ષ રાખી છે. મહત્વના પ્રસંગે દેશનો પક્ષ દુનિયા સમક્ષ રાખ્યો છે. 2019માં ગુજરાતથી રાજ્યસભા સાંસદ બન્યા છે હવે ફરી એકવાર કેન્દ્રીય મંત્રી બન્યા છે.

નીમુબેન બાંભણીયા, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી
58 વર્ષીય નીમુબેન બાંભણીયા ઇ.જભ, ઇ.ઊમ સુધીનો અભ્યાસ કરેલો છે. જેમની રાજકીય સફર વાત કરીએ તો તેઓ ભાવનગરમાં 2 વાર મેયર તરીકે રહી ચુક્યા છે. 2011થી 2016 સુધી તેઓ ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના ડિરેક્ટર તરીકે તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ હતાં. નિષ્ણાંતોના મતે તેમને ભાજપ ટિકિટ આપવા પાછળનું મૂળ કારણ હતો કોળી સમાજનો અગ્રણી મહિલા નેતા ચહેરો, સાથો સાથ બિન વિવાદિત છબી ધરાવે છે. તેઓ કેન્દ્રમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી બન્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement