રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ચૂંટણીના ઝોનલ ઓફિસરોને ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટની સત્તા સોંપાઇ

12:00 PM Feb 05, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

જામજોધપુર, ધ્રોલ, કાલાવડ અને જોડિયામાં અધિકારીઓ અને કર્મચારીઓની ઝોનલ ઓફિસર તરીકે નિયુકિત : ખાસ હોદ્ો અપાયો

Advertisement

જામજોધપુર, ધ્રોલ અને કાલાવડ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા જોડિયા તાલુકા પંચાયતના મતદાર મંડળ 8- જોડિયા-3 તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ 14- જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણીમાં સમાવિષ્ટ મતદાન મથકો પર કામગીરી સરળતાથી થાય અને મતદાન સ્ટાફને માર્ગદર્શન મળી રહે તે હેતુથી અમુક મતદાન મથકો વચ્ચે 1 (એક) ઝોનલ અધિકારીની નિમણૂક કરવામાં આવેલ છે. જે અધિકારીઓને ચૂંટણી વિષયક કામગીરી સોંપવામાં આવેલ હોય અને તે પૈકી જે અધિકારી/કર્મચારીઓને હોદ્દાની રૂૂએ કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર મળેલા નથી તેઓને ચૂંટણીની કામગીરી મુકત અને ન્યાયી રીતે કરી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકે તે માટે સરકારના ગૃહ વિભાગના વંચાણે લીધેલ (2) જાહેરનામા મુજબ ફોજદારી કાર્યરિતી 1973ની કલમ 21 હેઠળ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના તથા આ અધિનિયમની કલમ-41,108,109,148 તથા 163 મુજબના અધિકારો મળવાપાત્ર થાય છે.

આ અધિકારો ભોગવવા માટેનો વિસ્તાર અને સમયગાળો નિશ્વિત કરવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટને અધિકૃત કરવામાં આવેલ છે. આથી કર્મચારી/અધિકારીઓને ઝોનલ ઓફિસર તરીકે નિયુકત કરવમાં આવેલ છે અને તેઓને મત વિસ્તારમાં સમાવિષ્ટ કાર્યક્ષેત્રમાં તા.16-2-2025 ના રોજ થનાર મતદાનને ધ્યાનમાં રાખી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓને ફાળવવામાં આવેલ મતદાન મથકોના રૂૂટના વિસ્તારો માટે ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના સરકારએ આપેલ અધિકારો ભોગવવા અધિકૃત કરવામાં આવે છે.
આ અધિકારીઓ/કર્મચારીઓએ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના અધિકારોનો ઉપયોગ ફક્ત ચૂંટણીલક્ષી કામગીરી માટેજ કરવાનો રહેશે. ઝોનલ ઓફિસર તરીકેની ફરજ માંથી મુક્ત થયે આપોઆપ અધિકાર સમાપ્ત થયેલ ગણાશે. તેમ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશમાં જણાવવામાં આવ્યું છે.ઝોનલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે તેમાં કાલાવડ નગરપાલિકામાં પીજીવીસીએલ કાલાવડના નાયબ ઈજનેર ડી.બી.ભેડા, કાલાવડ માર્ગ અને મકાન વિભાગ પંચાયતની કચેરીના આસિસ્ટન્ટ ઈજનેર પી.એચ.મારૂૂ, કાલાવડ પાણી પુરવઠા બોર્ડની કચેરીના ડેપ્યુટી ઈજનેર ડી.એચ. ભાર્ગવની નિમણૂક કરવામાં આવી છે.

જામજોધપુર નગરપાલિકા સામાન્ય ચૂંટણી અન્વયે ઝોનલ ઓફિસર તરીકે એ.વી.ડી.એસ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર બી.પી.ભાલિયા, માર્ગ અને મકાન વિભાગના આસિસ્ટન્ટ ઈજનેર સ્વાગત અમૃતલાલ સંતોકી, સંચાઈ યોજનાના આસિસ્ટન્ટ ઈજનેર વી.ડી.ગામી, નાયબ કાર્યપાલક ઈજનેર પંચાયત સિંચાઈના એમ.પી.ભાટિયાની નિમણૂક કરવામાં આવી છે.ધ્રોલ નગરપાલિકા સામાન્ય ચૂંટણી અન્વયે ઝોનલ ઓફિસર તરીકે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એમ.જે.જાડેજા, ક્ષાર અંકુશ વિભાગના મદદનીશ ઈજનેર એસ.એન.આસોદરીયા, ઉંડ6/4 સિંચાઈ પેટા વિભાગના નાયબ ઈજનેર આર.આર.ડાંગર અને એ.આર.કણજારીયાની નિમણૂક કરવામાં આવી છે.

જોડિયા તાલુકા પંચાયતની પેટા ચૂંટણી અન્વયે ઝોનલ ઓફિસર તરીકે પી.જી. વી.સી.એલ.ના નાયબ ઈજનેર ડી.બી.મિયાત્રા અને સર્કલ ઓફિસર એ.એમ.ઝાલા નિયુક્ત કરવામાં આવ્યા છે.જામનગર તાલુકા પંચાયતની પેટા ચૂંટણી અન્વયે ઝોનલ ઓફિસર તરીકે સિંચાઈ વિભાગના મદદનીશ ઈજનેર આર.કે.પણસારા નિયુક્ત કરવામાં આવ્યા છે.

Tags :
gujaratgujarat newsjamnagarZonal election officers
Advertisement
Advertisement