મેંદપરા પરિવારના કુળદેવીના મંદિરમાંથી સોના-ચાંદીના છતરની ચોરી કરનાર ટોળકી ઝબ્બે
- એક વખત ફોરેસ્ટ ગાર્ડે અટકાવી ફોટા પાડી લેતા તમામ પરત ફર્યા હતાં, પખવાડિયા બાદ ચોરીને અંજામ આપ્યો
અમરેલી જિલ્લાના ધારીના કાગસા ખાતે મેંદપરા પરિવારના કૂળદેવી ખોડિયાર માતાજી અને મામાદેવના મંદિરમાંથી ચોરી કરનાર ટોળકીના ચાર સભ્યોને રાજકોટ ક્રાઈમ બ્રાંચે માલધારી ફાટક પાસેથી ઝડપી લીધા હતા.જેમાં મેહુલ ઉર્ફે મામો ઉર્ફે ભુરી ધનજી જેઠવા (ઉ.વ.27, રહે. નવલનગર શેરી નં.9, કૈલાશનગર-2), થોભણ ઉર્ફે નયન ધીરૂૂ જાદવ (રહે. વિસાવદર), રમેશ નથુ પરમાર (રહે. પ્રાચી, તા.સુત્રાપાડા) અને સલીમ બચુભાઈ બલોચ (રહે. સુખપુર, તા.ધારી)નો સમાવેશ થાય છે.આરોપીઓ પાસેથી ક્રાઈમ બ્રાંચે 29 ચાંદીના અને એક સોનાનું છતર ઉપરાંત 3 મોબાઈલ ફોન મળી કુલ રૂૂા.પ0 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ચોરી અંગે ધારી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
આરોપી મેહુલ ઉર્ફે મામો લાંબો ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. તેના વિરૂૂધ્ધ રાજકોટમાં મારામારી, ચોરી, લુંટ સહિતના 31 ગુના નોંધાયેલા છે. બીજા આરોપી સલીમ વિરૂૂધ્ધ ધારી પોલીસ મથકમાં મારામારીનો ગુનો નોંધાયેલો છે.આ ગુન્હો ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ એ.એન.પરમાર,વી.ડી.ડોડીયા,એએસઆઈ જલદીપસિંહ વાઘેલા,હિરેન સોલંકી,અશોક ડાંગર સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
આરોપી મેહુલનો સંપર્ક સલીમ, રમેશ અને થોભણ સાથે થતાં ચારેય લોકોને આર્થિક ભીંસ હોય જેથી ચોરીનો પ્લાન ઘડ્યો હતો ત્યાર બાદ તમામ મંદિરોમાં ચોરી કરવામાં માહીર મેહુલે વાત કરતા તેને સલીમે ધારી પંથકમાં આવેલ મંદિર બતાવ્યું હતું ત્યાં પહોંચી જંગલ વિસ્તારમાં આવેલા મેંદપરા પરિવારના કુળદેવીના મંદિરે પગપાળા જવા નિકળ્યા હતાં. પણ ત્યાં ફોરેસ્ટ વિભાગની હદ આવતી હોય જેથી ફોરેસ્ટ ગાર્ડને શંકાસ્પદ લાગતા તમામને અટકાવી સરનામા પુછી તેમના ફોટા પાડીલીધા હતાં અને ચારેય શખ્સોએ દર્શન કરવા જતાં હોવાનું જણાવ્યું હતું.
ફોરેસ્ટ ગાર્ડે ફોટા પાડ્યા છતાં પકડાઈ જવાનો ડર લાગ્યો હતો અને પંદર દિવસ બાદ ત્યાં પહોંચી ચોરીને અંજામ આપ્યો હતો.