મોરબીમાં દેશી દારૂના કટિંગ વખતે જખઈના દરોડા: 12 શખ્સો ઝડપાયા
રૂા.1.68 લાખનો મુદ્દામાલ કબજે: મુખ્ય સૂત્રધાર સહિત 6 શખ્સોની શોધખોળ
મોરબીના જેતપર રોડ ઉપર શાપર ગામની સીમમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડીના દેશી દારૂના કટીંગનો પર્દાફાશ કરી 12 શખ્સોની ધરપકડ કરી મુખ્ય સુત્રધાર સહિત 6ની શોધખોળ શરૂ કરી છે. આ દરોડામાં પોલીસે 236 લીટર દેશી દારૂ સહિત રૂા. 1.68 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મળતી માહિતી મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલને મળેલી બાતમીના આધારે મોરબીના જેતપર રોડ ઉપર શાપર ગામની સીમમાં કેનાલની બાજુમાં આવેલ એક કારખાના પાસે દેશી દારૂનું કટીંગ ચાલતું હતું ત્યારે દરોડો પાડ્યો હતો.
આ દરોડામાં સ્ટેટમોનીટરીંગ સેલની ટીમે રૂા. 47,200ની કિંમતનો 236 દેશી દારૂ તથા 15 હજારની રોકડ, 3 વાહનો સહિત રૂા. 1.68 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દેશી દારૂ વહેંચનાર સુનિલ સીંગ બ્રિજરાજસિંગ ઠાકુર તથા દેશી દારૂનો જથ્થો પુરો પાડનાર સિરાજ ફારૂક ભટ્ટી સાથે વિજય ડોગો સિંગરાજ ડોગો, જિતેન્દ્ર ડોગો ધર્મેન્દ્ર ડોગો, રામૈયન્દ ડોગો ડુંગાડોગો, જયદેવ ગોપ બીપીન ગોપ, શૈલેષસિંગ કુટિયા પરસોતમ કુટિયા, મનોહર બોદાર સુનિલ બોદાર, જિતેન્દ્ર મુનાભાઈ વરાણીયા, નાનુલાલ બાબુલાલ ગીરવાલ, માણસુર હસુભાઈ હિંગરોજા અને સુસિલ એભલભાઈ નંદની ધરપકડ કરી હતી.
જ્યારે આ દરોડામાં સુત્રધાર તૈયબ ગુલામભાઈ માણેક તથા મનસુખ ઉર્ફે મચ્છો રમેશભાઈ કોળી, મનોજ કોળી, નાટો, સિકંદર અને દેશી દારૂનો જથ્થો આપનાર સહિત 6 શખ્સોની શોધખોળ શરૂ કરી છે. સ્ટેટમોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી. કામરીયાની સુચનાથી પીએસઆઈ એ.વી. પટેલ અને તેમની ટીમે કામગીરી કરી હતી.