ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બાઈક ડિવાઈડર સાથે અથડાતા યુ-ટ્યુબરનું માથું ધડથી અલગ થઈ ગયું

04:46 PM Dec 01, 2025 IST | Bhumika
Advertisement

સુરતના બ્રેડ લાઈનર બ્રિજ ઉપર ભયાનક અકસ્માત, ઝડપની ઘેલછામાં 18 વર્ષના પટેલ યુવાનને મોત મળ્યુ, યુવાનો માટે આંખ ઉઘાડનારી ઘટના

Advertisement

સુરતમાં એક અત્યંત હ્રદયદ્રાવક અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેણે દરેક વાલી અને યુવાનોને હચમચાવી દીધા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, યુવકનું માથુ ઘડથી અલગ થઈ ગયું હતું અને માંસના ટુકડા રોડ ઉપર વિખેરાયા હતાં. માત્ર 18 વર્ષની વયના એક આશાસ્પદ યુવાન અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પ્રિન્સ પટેલનું બાઈક અકસ્માતમાં કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મૃતકે પોતાના મોતના માત્ર બે દિવસ પહેલાં જ સોશિયલ મીડિયા પર એક રીલ પોસ્ટ કરી હતી, જેમાં તે મોત અને સ્વર્ગની વાતો કરી રહ્યો હતો, જે આજે તેના માટે એક ભયાનક હકીકત બની ગઈ છે.

બનાવની વિગત મુજબ, પ્રિન્સ પટેલ પોતાની KTM બાઈક લઈને પુરઝડપે સુરતના યુનિવર્સિટી રોડ તરફથી આવી રહ્યો હતો અને બ્રેડ લાઇનર બ્રિજ પરથી નીચે ઉતરી રહ્યો હતો. ત્યારે તેણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. અને બાઈક જોરદાર ધડાકા સાથે ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે, જોનારના કાળજા કંપી ગયા હતા. પ્રિન્સનું માથું અને ધડ અકસ્માતના કારણે અલગ થઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

પોલીસ તપાસ અને પ્રિન્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ (PKR BLOGGER) પરથી મળેલી વિગતો મુજબ, પ્રિન્સને પોતાની નવી KTM બાઈક પ્રત્યે દીવાનગીની હદ સુધી પ્રેમ હતો. તે પોતાની આ બાઈકને પ્રેમથી ‘લેલા’ કહીને બોલાવતો હતો. અકસ્માતના માત્ર બે દિવસ પહેલાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની બાઈકને લઇ એક રીલ બનાવી શેર કરી હતી.

આ રીલમાં તે પોતાની બાઈક (લેલા) વિશે વાત કરી રહ્યો હતો કે, સ્વર્ગમાં જઈને પણ તેને પોતાની બાઈક જેવું કોઈ સુંદર લાગશે નહીં. આ શબ્દો જાણે કે તેના માટે ભવિષ્યવાણી સાબિત થયા હોય તેમ, આજે તે જ બાઈક પર સવાર થઈને તે કાયમ માટે આ દુનિયા છોડી ગયો છે. તેણે કેપ્શનમાં પણ લખ્યું હતું કે, લેલા કે અલાવા કોઈ નહીં.

Tags :
accidentdeathgujaratgujarat newssuratsurat news
Advertisement
Next Article
Advertisement