વાંકાનેરના જામસરમાં યુવાનની હત્યા
મહિલાઓ સામે બીભત્સ ઇશારા કરતા બે શખ્સોએ દોરડાથી બેફામ ફટકાર્યો: આરોપીઓ સકંજામાં, મૃતકની ઓળખ મેળવવા તજવીજ
વાંકાનેર તાલુકાના જામસર પાસે વાડી ખેતરોમાં કામ કરતી મહિલાઓ સામે અસભ્ય ઇશારા કરતા અને ક્યારેક ક્યારેક ઘરે ઘરે દરવાજા ખખડાવતા અને લોકોને પરેશાન કરતા યુવકથી અહીંના લોકો વાજ આવી ગયા હતા અને જે તે દિવસે રમેશભાઇ પાચાભાઇ દેલવાડિયાની વાડીએ આ યુવકે મહિલાઓ સામે અભદ્ર હરકત કરતા પ્રભુભાઇ લાલજીભાઇ દંતેસરિયા અને અશોકભાઇ નથુભાઇ દેલવાડિયાએ તેને દોરડાથી માર મારી અધમૂવો કરી નાખ્યો હતો અને ગંભીર ઇજાથી તેનું મોત નીપજ્યું હતું. જે અંગે પથુભાઇ ભનુભાઇ દેલવાડિયાની ફરિયાદ પરથી પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂૂ કરી છે પરંતુ હજુ સુધી તેની કોઇ ઓળખ અને તે ક્યાંનો હતો એ વિગતો પોલીસને મળી નથી.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના જામસર ગામ નજીક લક્ષ્મણભાઈ રૂૂપાભાઈના ઘર પાસેના ખેતરમાંથી 24 જૂનના રોજ સાંજે 5-35 કલાકે એક અજાણ્યા પુરૂૂષની લાશ મળી આવી હતી. આ વ્યક્તિ, જેની ઉંમર આશરે 35 થી 40 વર્ષની હોવાનું જણાય છે, તેણે વાદળી રંગની વેસ્ટ અને ઘૂંટણની લંબાઈનો પાયજામા પહેર્યો છે.માણસના જમણા કાંડા પર' MAA' અને 'B' અને 'JAGNYA' લખેલું છે. પોલીસ તપાસ અને અન્ય સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર વ્યક્તિ હાલ થોડા સમય અગાઉ જ ઓરિસ્સાના જરસુગુડા રેલ્વે સ્ટેશન થી રાજકોટ રેલ્વે સ્ટેશન અને ત્યાંથી વાંકાનેર આવ્યો હતો. મૃતક પુરૂૂષના વાલીની આજદિન સુધી ઓળખ થઈ નથી, તેથી જો કોઈ વ્યકિત ઓળખતા હોય અથવા કોઈ માહિતી હોય, તો પોલીસ સ્ટેશનને જાણ કરવા અનુરોધ કર્યો છે.