પરમેશ્ર્વર સોસાયટીમાં યુવકનું કમળાની બિમારી સબબ મોત
શહેરમા નાણાવટી ચોક પાસે આવેલ પરમેશ્ર્વર સોસાયટીમા રહેતા યુવકનુ કમળાની અસર બાદ બેભાન હાલતમા મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
આ અંગે મળતી વિગત મુજબ નાણાવટી ચોક પાસે આવેલ પરમેશ્ર્વર સોસાયટીમા રહેતા હિતેશભાઇ ભુપતભાઇ લુણીયાતર (ઉ.વ. 40) મધરાત્રે પોતાના ઘરે હતો ત્યારે બેભાન હાલતમા ઢળી પડતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો જયા તેનુ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે. મૃતક યુવકને સંતાનમા એક પુત્રી છે અને બે દિવસથી કમળાની અસર થયા બાદ બેભાન હાલતમા મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે.
મુળ ગઢડાના વતની અને હાલ આજીડેમ વિસ્તારમા 3 માળીયા કવાર્ટરની બાજુમા રહેતા ગોપાલ મગનભાઇ માંગરોળીયા (ઉ.વ. 30) અને નવા થોરાળા સર્વોદય સોસાયટીમા રહેતા આર્યન કિરણભાઇ મારૂ (ઉ.વ. 18) એ કોઇ અગમ્ય કારણસર ફીનાઇલ પી લીધુ હતુ. ઉપરોકત બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે .