રાજુલા નજીક કથીવદર ગામ નજીક યુવાનનું મોત
ભાવનગર સોમનાથ હાઇવે પર ફરી એકવાર ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી બે દિવસ પહેલા આવી જે ઘટના ભેરાઈ રેલવે ફાટક નજીક બનેલી ત્યારે આજે ફરી એક બીજી ઘટના કથીવદર ગામ નજીક બનવા પામી ભાવનગર સોમનાથ હાઇવે દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓ વધારે બનતી જાય છે ત્યારે આ ઘટનામાં ગત મોડી રાત્રિના કથીવદર ગામ નજીક એક મોટરસાયકલ યુવાન મોટરસાયકલ લઈને જઈ રહેલ હતો ત્યારે રસ્તામાં રોડ પર બંધ પડેલ ટ્રક અચાનક જ નજરે પડતા મોટરસાયકલ સવારે અચાનક જ બ્રેક મારતા તે ટ્રકની સાથે ભટકાવવાની જગ્યાએ કાબુ ગુમાવતા ડિવાઇડર સાથે ભટકાતા મોટરસાયકલ સવારનું ઘટના સ્થળે મોત થયું હતું.અકસ્માતની ઘટનામાં હાઇવે ઉપર આ ઘટના બનતા લોકોના ટોળેટોળા એકત્રિત થયેલા અને તાત્કાલિક 108 ને જાણ કરવામાં આવી હતી.
મોટરસાયકલ સવાર રાજુલા શહેરની એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હોવાનું જાણવા મળેલ છે અકસ્માતના ઘટનાની જાણ પોલીસને તથા પીપાવાવ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ સહિત ની ટીમ ઘટના સ્થળે દોડી આવી યુવાનને રાજુલા સરકારી હોસ્પિટલ પી.એમ માટે હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યો મરનાર યુવક નું નામ ઓમકારગીરી ગૌસ્વામી હોવાનું જાણવા મળેલ છે અને આ મૃતક યુવાનના ખીચામાંથી ડ્રાઇવિંગ લાઇસન્સ મુજબ આ મૃતક યુવાનનું સરનામું વલભીપુર ભાવનગર હોવાનું જાણવા મળેલ છે.