For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં બે બાઈક અથડાતાં યુવકનું મોત, હત્યાનો આરોપ

01:03 PM Oct 09, 2024 IST | Bhumika
રાજકોટમાં બે બાઈક અથડાતાં યુવકનું મોત  હત્યાનો આરોપ
Advertisement

માર મારી મોતને ઘાટ ઉતાર્યાના આક્ષેપ બાદ સીસીટીવી ફૂટેજમાં કોઈ શંકાસ્પદ ઘટના સામે ન આવી : ફોરેન્સિક પી.એમ. કરાવાયું

રાજકોટમાં આવેલા રામનાથપરા વિસ્તારમાં સ્મશાન પાસેના પુલ ઉપર ત્રણ દિવસ પૂર્વે બે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા એક યુવકની સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો છે. અકસ્માત સર્જનાર ત્રિપલ સવારી બાઈક સવારોએ માર મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો પરિવાર દ્વારા સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા કોઈ શંકાસ્પદ ઘટના સામે આવી ન હતીં. તેમ છતાં પોલીસે આક્ષેપના પગલે યુવકના મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે ખસેડાયો છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રામનાથપરામાં આવેલા ભવાની નગરમાં રહેતા કલ્પેશભાઈ દેવજીભાઈ બાંભણિયા (ઉ.વ.28), અને સોમનાથ બંગાળી (ઉ.વ.35) તેમજ મોરબી રોડ ઉપર રહેતો ધવલ કિશોરભાઈ સરવૈયા (ઉ.વ.30) ગત તા. 6 ના રોજ રાત્રીના 11 વાગ્યાના અરસામાં રામનાથપરા સ્મશાન પાસે આવેલા પુલ ઉપરથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં પુછપરછ દરમિયાન કલ્પેશ બાંભણિયા અને ધવલ સરૈયાને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. સારવાર દરમિયાન કલ્પેશભાઈ બાંભણિયાનું હોસ્પિટલના બિછાને મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

મૃતક યુવકના પરિવારજનોએ અકસ્માત સર્જનાર ધવલ સરૈયા સહિત બે લોકો ત્રિપલ સવારી બાઈકમાં આવી રહ્યા હતા અને અકસ્માત સર્જી કલ્પેશ બાંભણિયાને ઢોરમાર મારતા મોત નિપજ્યું હોવાનું આક્ષેપ કર્યો હતો. આક્ષેપના પગલે પોલીસે ઘટના સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજ ચેક કરતા કોઈ શંકાસ્પદ ઘટના સામે આવી ન હતીં. પરંતુ મૃતક યુવકના પરિવારોએ કરેલા હત્યાના આક્ષેપના પગલે પોલીસે યુવકના મોતનું કારણ જાણવા મૃતદેહ ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. પોસ્ટમોટર્મ રિપોર્ટ આવ્યા બાદ યુવકના મોતનું કારણ જાણવા મળશે. તેવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement