વઢવાણના ધોળીપોળ દરવાજા પાસે વીજશોક લાગતા યુવાનનું મોત
01:06 PM Oct 15, 2025 IST | Bhumika
મૂળ પાટડી-દસાડા તાલુકાના ઝીંઝુવાડા ગામના અને હાલ વઢવાણ નવાદરવાજા બહાર વાડી પ્લોટ વિસ્તારમાં રહેતા પરસોત્તમભાઈના એકના એક દીકરા 45 વર્ષના ચાવડા રમેશભાઈ પરસોત્તમભાઈ ધોળીપોળ દરવાજા અંદર કોઇ અગમ્ય કારણોસર વીજશોક લાગ્યો હતો. બનાવની જાણ થતા લોકોના ટોળાટેળા એકઠા થઇ ગયા હતા. જ્યારે પીજીવીસીએલને જાણ થતા આ વિસ્તારમાં વીજપુરવઠો પણ બંધ કરી દેવાયો હતો.
Advertisement
વીજશોકના કારણે ગંભીર રીતે ઘાયલ થયેલા રમેશભાઈને ગાંધી હોસ્પિટલે લઇ જવાતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા. મૃતક રમેશભાઈને સંતાનમાં 2 દીકરી, 1 દીકરો હોવાની વિગતો બહાર આવી હતી. મૃતકના પીએમ માટેની ગાંધી હોસ્પિટલમાં કાર્યવાહી હાથ ધરાઇ હતી. બીજી તરફ રમેશભાઇના મોતના બનાવમાં સાચી હકીકત પોલીસ ફરિયાદ તેમજ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.
Advertisement
Advertisement