મોરબી નજીક ક્ધટેનર પાછળ બાઇક અથડાતાં તરૂણનું મૃત્યુ
મોરબીના ખારચિયા ગામ થી આમરણ જતા રોડ પર મોટર સાઈકલના ચાલકે બેદરકારીથી ચલાવીને ક્ધટેનરના પાછળના ભાગે અકસ્માત કરી દેતા તરુણ નું મૃત્યુ નીપજ્યું હતું જયારે ચાલકને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના નવા ખારચિયા ગામે રહેતા રમેશભાઈ રેવાભાઈ બોપલીયા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના કુટુંબીભાઈ રનેશભાઈ કાનજીભાઈના દીકરા સાહિલે પોતાનું મોટર સાઈકલ બજાજ ડિસ્કવર જીજે 10 બીઈ 1750 ગત તા. 12 ના રોજ સવારના નવેક વાગ્યાની આસપાસ ખારચિયા ગામથી આમરણ ગામે હનુમાન જયંતી હોવાથી હનુમાન મંદિરે પ્રસાદી કરવાની હોય જેથી તે લેવા માટે ફરિયાદી રમેશભાઈનો દીકરો આર્યન તથા સાહિલ બંને મોટર સાઈકલ પર જતા હોય અને મોટર સાઈકલ સાહિલ ચલાવતો હોય અને આર્યન પાછળ બેઠલ હોય રસ્તામાં નેશનલ હાઈવે પર જીજે 12 એટી 8284 નું ક્ધટેનર રોડની સાઈડમાં પાર્ક કરેલ હોય તેની પાછળ ડ્રાઈવર સાઈડમાં સાહિલે પોતાનું મોટર સાઈકલ પુર ઝડપે ચલાવીને ભટકાડી દેતા સાહિલને મોઢાના ભાગે તથા કાનની પાછળ શરીરના ભાગે ઇજપ થઇ થતા મૃત્યુ નીપજ્યું હતું તો આર્યન (ઉ.16) ને પણ ગંભીર ઈજા પહોચી હોવાની ફરિયાદ નોંધાવી છે.
યુવકનો આપઘાત
મોરબીના રંગપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ નજીક સનવીસ સિરામિકના લેબર કવાટરમાં પરિણીતા એ ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.મોરબીના રંગપર ગામ ની સીમમાં સનવીસ સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતા સીનીબેન અજય નાયક (ઉ.22) એ કોઈ કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે