લાલપુર નજીકના રસોઈ ડેમમાં અકસ્માતે પડી જતાં યુવાનનું મોત
12:30 PM Oct 02, 2025 IST | Bhumika
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામ નજીક આવેલા સોસોઈ ડેમના પાળા પરથી બપોરના ચાર વાગ્યા ના અરસામાં મૂળ રાજસ્થાનનો વતની સુનિલ પુનિયા નામનો 26 વર્ષનો યુવાન અકસ્માતે ડેમના પાણીમાં પડી ગયો હતો.
આ બનાવ અંગે ત્યાંથી પસાર થનારા કોઈ વ્યક્તિએ 112 નંબરની સેવામાં કોલ કર્યો હતો, જેથી જામનગર માં નગરપાલિકાની ફાયર બ્રિગેડ ની ટીમ તથા સિક્કા 112 ની ટીમ બનાવના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડ ની ટુકડીએ પાણીમાં ડૂબી ગયેલા યુવાનને બહાર કાઢ્યો હતો. જોકે તેનો મૃતદેહ લાગ્યો હતો.
Advertisement
સિક્કા પોલીસે મૃતદેહનો કબજે સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવાન રાજસ્થાન નો વતની હોવાનું અને હાલ ખાનગી કંપનીમાં ડ્રાઇવિંગ કામ કરતો હોવાનું અને પીપળી નજીકના વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.
Advertisement
Advertisement