અમદાવાદ એરપોર્ટ પર યુથ કોંગ્રેસ-NSUIનો વિરોધ
પાણીની બોટલો આપવા આવ્યા છતાંય પોલીસે અટકાયત કર્યાનો આક્ષેપ
છેલ્લા ચાર દિવસથી ઇન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટો રદ્દ થતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર વિરોધ પ્રદર્શન કરવા આવેલા NSUI ને યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવાથી લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે, તેને લઈને ગજઞઈં અને યૂથ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. NSUI ને યૂથ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓેની તુરંત જ પોલીસે અટકાયત કરી લીધી હતી.
ગજઞઈંના કાર્યકર્તા નારાયણ ભરવાડે જણાવ્યું હતું કે, અમે પાણીની બોટલ આપવા આવ્યા છીએ. શું અમને પાણીની બોટલ આપવાનો પણ અધિકાર નથી? મુસાફરો ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે. આખા ભારતમાં લોકો હેરાન થઈ રહ્યા છે. પહેલા નોટ બંધી કરીને ગરીબોને લાઈનમાં લગાડવામાં આવ્યા, હવે અમીરોને પણ લાઈનમાં લગાડવામાં આવ્યા છે.