મોરબીના ફાટસર ગામે યુવાનનો આપઘાત
મચ્છુ નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો
મોરબી તાલુકાના ફાટસર ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના ફાટસર ગામે રહેતા મુન્નાભાઈ કેગુભાઇ ગાવડ (ઉ.વ.40) નામના યુવકે કોઈ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
યુવકની લાશ મળી
મોરબીના વીશીપરામિ રહેતો યુવક ગુમ થયેલ હોય ત્યારબાદ તેની શોધખોળ હાથ ધરતા મચ્છુ નદીના પાણીમાંથી ડૂબી ગયેલ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ સંજયભાઇ મેઘજીભાઇ ઉધરેજા (ઉ.વ.35) રહે. વીશીપરા રમેશ કોટન મીલની અંદર મોરબીવાળો યુવક ગુમ થયેલ હોય જેથી તેની શોધખોળ કરતા યુવકની મચ્છુ નદીના પાણીમા ડુબી ગયેલ હાલતમા લાશ મળી આવતા મોરબી સિટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.