લાતી પ્લોટમાં યુવાને ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
આપઘાતનું કારણ અકબંધ; બે બહેનોએ એકનો એક ભાઇ અને માતા-પિતાએ આધાર સ્થંભ પુત્ર ગુમાવ્યો
શહેરમાં લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લાતી પ્લોટમાં શેરી નં.11 માં રહેતા સાગર ભરતભાઈ મકવાણા નામનો 22 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણસર ગળેફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો ઘટના અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક સાગર મકવાણા બે બહેનોનો એકનો એક નાનો ભાઈ હતો અને સાગર મકવાણા કારખાનામાં મજૂરી કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો આ બનાવ અંગે પોલીસે નોંધ કરી યુવકના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસનો દૌર લંબાવ્યો છે.