રાજુલામાં ONGCનાં કોન્ટ્રાક્ટ અપાવી દેવાના બહાને યુવાન સાથે રૂા.1.28 કરોડની ઠગાઇ
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં એક યુવક સાથે 1.28 કરોડની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. હરેશભાઈ જગાભાઈ વાઘ નામના યુવક સાથે ONGC કંપનીના કોન્ટ્રાક્ટના નામે આ છેતરપિંડી કરવામાં આવી છે. આરોપીઓ પ્રદીપકુમાર શિવકુમાર રે (દિલ્હી) અને ONGC કંપનીના કથિત અધિકારી કૃષ્ણા તિવારીએ હરેશભાઈ સાથે રૂૂબરૂૂ મુલાકાત કરી હતી. તેઓએ ફોન અને મેસેજ દ્વારા પણ સંપર્કમાં રહી વિશ્વાસ કેળવ્યો હતો.આરોપીઓએ હરેશભાઈને પીપાવાવ પોર્ટ ફોરવે રોડ પર આવેલ જય ભવાની એન્ટરપ્રાઈઝ નામના ગોડાઉનને ONGC કંપની દિલ્હીને 45 લાખના માસિક ભાડાથી 15 વર્ષ સુધી કોન્ટ્રાક્ટ આપવાનું વચન આપ્યું હતું. આ વચનના આધારે હરેશભાઈ પાસેથી 1.28 કરોડ રૂૂપિયા આંગડિયા પેઢી મારફતે રોકડા લઈ લીધા હતા.
છેતરપિંડીનો ભાગ રૂૂપે આરોપીઓએ ONG Congc mumbai.co.in નામની ખોટી ઈમેલ આઈડી બનાવી હતી. આ ઈમેલ આઈડી પરથી હરેશભાઈને એગ્રીમેન્ટ લેટર અને રદ થયેલા ટેન્ડરના ખોટા દસ્તાવેજો મોકલ્યા હતા.આ મામલે હરેશભાઈએ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. પોલીસ અલગ-અલગ સ્થળોએ તપાસ કરી રહી છે અને બેઠકો યોજી આ કેસની વિવિધ દિશાઓમાં તપાસ કરી રહી છે. 1.28 કરોડની આ છેતરપિંડીની ફરિયાદથી પોલીસ પણ ચોંકી ઉઠી છે અને હવે આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂૂ કરી છે.