For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પડધરી પાસે ટ્રક સાથે બાઈક અથડાયા બાદ આગમાં યુવક ભડથું

01:51 PM Feb 10, 2025 IST | Bhumika
પડધરી પાસે ટ્રક સાથે બાઈક અથડાયા બાદ આગમાં યુવક ભડથું

Advertisement

રાજકોટ-જામનગર હાઇવે ઉપર પડધરી બાયપાસ સર્કલ નજીક વણાંક લેતા ટ્રક સાથે બાઈક અથડાયા બાદ બાઈકની ટાંકીમાંથી પેટ્રોલ લીકેજ થતા લાગેલી આગમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું જયારે આગ લાગતા ટ્રક આગમાં ખાક થઇ ગયો હતો. બનાવ બાદ રાજકોટ જામનગર હાઇવે ઉપરના ટ્રાફિકને ડાયવર્ટ કરીને વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો.મળતી વિગતો મુજબ રવિવારે રાજકોટ જામનગર હાઈવે પર પડધરી બાયપાસ નજીક એક ટ્રક રોડ વળાંક લેતો હતો ત્યારે પુરપાટ ઝડપે જતું એક બાઈક ટ્રક સાથે અથડાયું હતું.

આ સમયે બાઈકની પેટ્રોલની ટાંકીમાંથી બહાર આવેલા પેટ્રોલથી આગ લાગતા આગે ઘડીકવારમાં જ ટ્રકના વ્હીલને લપેટમાં લેતા ટ્રકમાં આગ લાગી હતી આ ઘટનામાં બાઈક ચાલક પણ ભડથું થઇ ગયો હતો. દરમિયાન પોલીસે મૃતકની લાશને પીએમ માટે પડધરી સરકારી હોસ્પીટલે ખસેડી હતી. તપાસ કરતા મૃતક પડધરી ગીતાનગર નજીકની ઝૂપડપટ્ટીમાં રહેતો રસિકભાઈ ઘુણાભાઈ સિંધવ હોવાનું જાણવા મળ્યું હતું. આગથી ટ્રક પણ ભસ્મીભૂત થઈ ગયો હતો. પડધરી પોલીસે રાજકોટથી જામનગર જતા તમામ વાહનોને પડધરી ગામમાંથી ડાયવર્ટ કરી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement